નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies) એ આજે (25 માર્ચ) સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 81.1 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. ગત બે દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તું થયું છે. આ પહેલાં બુધવારે (24 માર્ચ)ના રોજ 25 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લે 27 ફેબ્રુઆરી 2021 ના રોજ ફેરફાર થયો હતો. જ્યારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 24 પૈસા વધ્યા હતા અને ડીઝલ 15 પૈસા મોંઘુ થયું હતું. 

Holi Special Train: બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન

જાણો તમારા શહેરમાં કેટલો છે પેટ્રોલ ડીઝલનો ભાવ


શહેર પેટ્રોલનો ભાવ (રૂપિયા પ્રતિ લીટર) ડીઝલનો ભાવ (રૂપિયા પ્રતિ લીટર)
દિલ્હી 90.78 81.10
મુંબઇ 97.19 88.20
કલકત્તા 90.98 83.98
ચેન્નઇ 92.77 86.10

તમારા શહેરમાં આ રીતે ચેક કરો પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ ડીઝલના ભાવ તમે SMS દ્વારા જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ અલગ છે. જે તમને IOC પોતાની વેબસાઈટ પર આપે છે. 


રોજ સવારે 6 વાગે બદલાય છે ભાવ
રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ  થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube