નવી દિલ્હી/ Petrol Price 26 January 2021: પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price) આજે નવા રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવ (Petrol Price) 83.45 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે દિલ્હીમાં (Delhi) પેટ્રોલના ભાવ 35 પૈસાનો વધારો થયો છે. જેનાથી ભાવ 86.05 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. જો કે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ All Time High પર પહોંચી ગયો છે. ડીઝલ પણ અમદાવાદમાં (Ahmedabad) 82.18 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે દિલ્હીમાં 76.23 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયું છે. દિલ્હી ઉપરાંત અન્ય મેટ્રો સિટીમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ (Diesel Price) વધ્યા છે. આજે મુંબઇમાં પેટ્રોલના ભાવ 92.62 રૂપિયા પ્રતી લીટર પહોંચ્યો છે. કોલકાતામાં ભાવ 87.45 રૂપિયા અને ચેન્નાઈમાં 88.60 રૂપિયા પ્રતિ લીટર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 મેટ્રો શહેરમાં Petrol ના ભાવ


શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ
અમદાવાદ 83.45 85.70
દિલ્હી 86.05 85.70
મુંબઇ 92.62 92.28
કોલકાતા 87.45 87.11
ચેન્નાઈ 88.29 88.60

આજ રીતે ડીઝલના ભાવ દિલ્હીમાં 76.23 રૂપિયા, મુંબઇમાં 83.03 રૂપિયા, કોલકાતામાં 79.83 રૂપિયા અને ચેન્નાઈમાં 81.47 પ્રતિ લીટર થઈ ગયો છે.


આ પણ વાંચો:- Taxpayer ને મોદી સરકાર પાસેથી છે આટલી આશા, જાણો પાંચ મુખ્ય મુદ્દાઓ


5 મેટ્રો શહેરમાં Diesel ના ભાવ


શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ
અમદાવાદ 82.18 81.80
દિલ્હી 76.23 75.88
મુંબઇ 83.03 82.66
કોલકાતા 79.83 79.48
ચેન્નાઈ 81.47 81.14

આ પણ વાંચો:- Gold Silver Price: હમણાં સસ્તુ રહેશે Gold! ક્યારે 50 હજારને પાર કરશે ભાવ, જાણો શું છે એક્સપર્ટ્સનો અભિપ્રાય


રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
દેશના ચાર મેટ્રો શહેરની સરખામણીએ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્પોલ સૌથી વધારે મોંઘુ મળી રહ્યુ છે. અહીં સામાન્ય પેટ્રોલના ભાવ IOC ની વેબસાઈટ અનુસાર 98.12 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે એક્ટ્રા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 100.88 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. રાજસ્થાનના જયપુરમાં જ પેટ્રોલના ભાવ 93.60 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 85.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube