Petrol-Diesel ના ભાવમાં તોતિંગ વધારો, હવે નહિ પોસાય તમારા ખિસ્સાને
- પેટ્રોલ-ડીઝલની કિંમત તમે પણ SMS ના માધ્યમથી જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને આ સુવિધા આપે છે
- રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થઈ જાય છે
ઝી મીડિયા/બ્યૂરો :Petrol Price 19 January 2021 Update: પેટ્રોલ અને ડીઝલની કિંમત હવે કાબૂ બહાર ગઈ છે. અનેક રાજ્યોમાં તે રેકોર્ડ લેવલ પર પહોંચી ચૂકી છે. દિલ્હીમાં પણ પેટ્રોલનો ભાવ (Petrol Price) 85 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. જ્યારે કે, ડીઝલની કિંમત (diesel price) પણ 75 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 92 રૂપિયા થઈ ગયા છે.
આજના ડીઝલના ભાવમાં 24 થી 25 પૈસાનો વધારો થયો છે, તો પેટ્રોલના ભાવમાં પણ 22 થી 25 પૈસાનો વધારો થયો છે. આ મહિનાના જાન્યુઆરીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધી 1.49 રૂપિયા સુધી વધી ચૂક્યો છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર હતો, જ્યારે કે આજે 85.20 રૂપિયા થઈ ગયો છે. આ રીતે દિલ્હીમાં ડીઝલ જાન્યુઆરીથી અત્યાર સુધી 1.51 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતું, જ્યારે કે આજનો ભાવ 75.38 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પણ વાંચો : જે ગટરનું ઢાંકણું એક મહિનાથી મજૂરોનું ઘર બન્યું, હતું તે જ આજે મોતનો કૂવો બન્યો
અન્ય મેટ્રો શહેરોની વાત કરીએ તો મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ 91.80 રૂપિયા, કોલકાત્તામાં ભાવ 86.63 રૂપિયા અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 87.85 રૂપિયા પ્રતિ લીટર છે.
4 મેટ્રો શહેરોમાં Petrol ની કિંમત
શહેર ગઈકાલનો ભાવ આજનો ભાવ
દિલ્હી 84.95 85.20
મુંબઈ 91.56 91.80
કોલકાત્તા 86.39 86.63
ચેન્નઈ 87.63 87.85
આ રીતે ડીઝલનો ભાવ દિલ્હીમાં 75.38 રૂપિયા, મુંબઈમાં 82.13 રૂપિયા, કોલકાત્તામાં 78.97 રૂપિયા અને ચેન્નાઈમાં 80.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
આ પણ વાંચો : મંગળ બન્યો અમંગળ : સુરતમાં મીઠી નિંદર માણી રહેલ શ્રમિકો પર ડમ્પર ફરી વળ્યું, બાળક સહિત 15ના મોત
4 મેટ્રો શહેરોમાં Diesel નો ભાવ
શહેર ગઈકાલનો ભાવ આજનો ભાવ
દિલ્હી 75.13 75.38
મુંબઈ 81.87 82.13
કોલકાત્તા 78.72 78.97
ચેન્નઈ 80.43 80.67
તમે તમારા શહેરનો ભાવ જાણો
પેટ્રોલ-ડીઝલની કિંમત તમે પણ SMS ના માધ્યમથી જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને આ સુવિધા આપે છે કે, તમે તમારા મોબાઈલમાં RSP અને શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલી આપો. તમારા મોબાઈલ નંબર પર તરત તમારા શહેરનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ અલગ હોય છે, તમને IOC તેની વેબસાઈટ પર પણ આપી શકશે.
રોજ સવારે 6 વાગ્યે બદલાય છે કિંમત
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમા એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો એડ કર્યા બાદ તેનો ભાવ લગભગ ડબલ થઈ જાય છે.