Petrol-Diesel Prices Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જોકે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. તાજેતરના અપડેટ મુજબ આજે એટલે કે 31 ડિસેમ્બર 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આજે કાચું તેલ 74 ડોલરના પાર છે. બ્રેંટ ફ્રૂડ 74.39 ડોલર પ્રતિ બેર છે, જ્યારે WTI ક્રૂડ 71.24 ડોલર પ્રતિ બેરલ પર વેપાર કરી રહ્યું છે. જ્યારે, ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે (મંગળવાર) 31 ડિસેમ્બર 2024ના રોજ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રાખવામાં આવી છે.


મહાનગરોમાં શું છે પેટ્રોલના ભાવ?
આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે.


અહીં ચેક કરો પેટ્રોલની કિંમત


મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં આજે શું છે ડીઝલની કિંમત?
આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. જ્યારે, મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.


અહીં ચેક કરો ડીઝલના ભાવ
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.


SMSથી આ રીતે ચેક કરો તમારા શહેરમાં તેલનો રેટ
તમને જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.