નવી દિલ્હી: સતત બીજા દિવેસ પણ પેટ્રોલની કિંમતમાં કોઇ ફરેફાર થયો નથી. જો કે, ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. જણાવી દઇએ કે, પાંચ જુલાઇના રજૂ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધી ગઇ હતી. ત્યારબાદ 7 જુલાઇના પેટ્રોલમાં 2.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 2.36 રૂપિયા પ્રતિ લિટર મોધુ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- RBI આપી રહ્યું છે બજાર કરતાં ઓછા ભાવે સોનું, આવતીકાલ સુધી છે મોકો...


ગુરૂવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.90 રૂપિયા અને ડીઝલની કિંમત 66.34 રૂપિયા છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 78.52 રૂપિયા અને ડીઝલની કિંમત 69.53 રૂપિયા છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 75.12 રૂપિયા અને ડીઝલની કિંમત 68.37 રૂપિયા છે.


વધુમાં વાંચો:- GOOD NEWS: આજથી સસ્તી થઇ હોમ લોન, કાર અને પર્સનલ લોન, SBI એ વ્યાજ દર ઘટાડ્યા


ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 75.70 રૂપિયા અને ડીઝલની કિંમત 70.07 રૂપિયા છે. નોઇડામાં એક લિટર પેટ્રોલની કિંમત 72.23 રૂપિયા અને ડીઝલની કિંમત 65.42 રૂપિયા છે અને ગુરૂગ્રામમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.75 રૂપિયા અને ડીઝલની કિંમત 65.52 રૂપિયા છે.


જુઓ Live TV:- 


બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...