મોટી ખુશખબરી: 2.69 રૂપિયા સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં ભારે ઘટાડો
દિલ્હીમાં છ દિવસમાં પેટ્રોલ 2.69 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઇ ગયું છે, જ્યારે ડીઝલના ભાવ 2.33 રૂપિયા પ્રતિ લીટર ઘટ્યા છે. દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિયો પ્રતિ લીટરથી વધુનો ઘટાડો આવ્યો છે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલી જંગનો ફાયદો ભારતીય ગ્રાહકોને મળી રહ્યો છે. પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવમાં સતત સાતમા દિવસે ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. દિલ્હીમાં છ દિવસમાં પેટ્રોલ 2.69 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઇ ગયું છે, જ્યારે ડીઝલના ભાવ 2.33 રૂપિયા પ્રતિ લીટર ઘટ્યા છે. દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિયો પ્રતિ લીટરથી વધુનો ઘટાડો આવ્યો છે. ગત કેટલાક દિવસોથી સાઉદી અરબ અને રૂસ વચ્ચે ઓઇલને લઇને પ્રાઇસવોર શરૂ થતાં સોમવારે ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં 31 ટકા સુધી તૂટ્યા હતા.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સોમવારે આવેલા ઘટાડા બાદ રિકવરી થઇ છે. ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ઘટીને 70.20 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલનો ભાવ ઘટીને ક્રમશ: 63.01 રૂપિયા, 65.34 રૂપિયા, 65.97 રૂપિયા અને 66.48 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેંજ એટલે કે આઇસીઇ પર બ્રેંટ ક્રૂડ મે કરારમાં ગત સત્રથી 7.19 ટકાની તેજી સાથે 36.83 ડોલર પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે તે પહેલાં ભાવ 37.38 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો.
ન્યૂયોર્ક મર્કે ટાઇલ એક્સચેંજ એટલે કે નાયમૈક્સ પર એપ્રિલ ડિલીવરી અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના કરારમાં 6.84 ટકાની તેજી સાથે 33.26 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે આ પહેલાં ભાવ 33.73 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો.
તમને જણાવી દઇએ કે ભાગીદારીને લઇને પ્રમુખ ઉત્પાદકોમાં કિંમતોને લઇને શરૂ થયેલી જંગના લીધે સોમવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 31.27 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યા, જોકે ફેબ્રુઆરી 2016 બાદ સૌથી નિચલા સ્તર પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube