નવી દિલ્હી: દિવસેને દિવસે વધતા પેટ્રોલ અને ડીઝલની કિમતોથી જનતાને રાહત આપવા માટે સરકારે 5 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલ પર 1.50 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. ક્રૂડ ઓઇલ કંપનીઓની તરફથી પણ 1 રૂપિયો ભાવ ઘટાડવામાં આવ્યો હતો. તેનાથી સામાન્ય માણસને 2.50 રૂપિયાની રાહત મળી હતી. ત્યારબાદ મોટાભાગના રાજ્યો તરફથી વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે જનતાને 5 રૂપિયા સુધીનો ફાયદો મળ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યારે લગભગ 11 દિવસ પછી પણ ફરી ઉંચાઇ પર પહોંચી ગયા છે, જે જગ્યા પર પહેલા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ 11 પૈસા પ્રતિ લીટરના વધારા બાદ 82.83 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ત્યારે ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. ત્યારબાદ દિલ્હીમાં ડિઝલની કિંમત 75.69 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.


વાંચવા માટે ક્લિક કરો: મોદી સરકાર વેચી રહી છે સસ્તું સોનું: માત્ર 3 દિવસ માટે છે આ ઓફર, આ રીતે કરી શકો છો ખરીદી


મુંબઇમાં પણ મંગળવારે પેટ્રોલના ભાવમાં 11 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. આ સાથે ત્યાં પેટ્રોલની કિંમત વધીને 88.29 રૂપિયા પ્રતિ લીટરના દરે પહોંચી ગઇ છે. આ ઉપરાંત ડીઝલના ભાવમાં મંગળવારે 24 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધવામાં આવ્યો છે. હાલ ત્યાં ડીઝલની કિંમત 79.35 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.


સોમવારે પેટ્રોલના ભાવમાં વધારો થયો ન હતો. દિલ્હીમાં સોમવારે પેટ્રોલનો ભાવ 82.75 રૂપિયા પ્રતિ લીટર હતો. ત્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ 8 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 75.46 રૂપિયા પ્રતિ લીટર હતું. દિલ્હી અને મુંબઇમાં રવિવારે પેટ્રોલના ભાવ 6 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. તેનાથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. સાથે જ ડીઝલની કિંમત 19 પૈસા પ્રતિ લીટરના વધારા બાદ 75.36 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.


વાંચવા માટે ક્લિક કરો: જસ્ટિસ કાત્જૂની યોગી સરકારને કરી આપીલ, આ 18 શહેરોના પણ નામ બદલવા જોઇએ


મુંબઇમાં પણ પેટ્રોલના ભાવમાં 6 પૈસા પ્રતિ લીટરના વધારો થયો હતો. ત્યારબાદ ત્યાં પેટ્રોલના ભાવ 88.18 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ડીઝલના ભાવમાં 20 પૈસા પ્રતિ લીટરના વધારો નોંધાયો હતો. તેનાથી ત્યાં ડીઝલની કિંમત વધીને 79.20 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. દિલ્હીમાં લોકોનું કહેવું છે કે તેમની પાસે બીજો કોઇ ઉપાય નથી. તેમને દિલ્હી સરકારને આજીજી કરી હતી કે તેઓ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં ઘટાડો કરી તેમને રાહત આપે.


વાંચવા માટે ક્લિક કરો: 7મું પગાર પંચ: આ રાજ્ય સરકાર આપશે કેંદ્રની સમકક્ષ પગાર, પ્રથમ વખત બનશે આવું!


પીએમ મોદીને પણ સોમવારે ક્રૂડ ઓઇલ, પ્રટ્રોલ અને ડીઝલના ભાવ પર ચર્ચા માટે દેશ-વિદેશની પેટ્રોલિયમ કંપનીઓના પ્રમુખોની સાથે બેઠક કરી હતી. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં વધારા વચ્ચે પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ ઓઇલ ઉત્પાદકો અને ગ્રાહકો દેશોની વચ્ચે ભાગીદારી સંબંધ પર ભાર મુક્યો છે જોકે વૈશ્વિક અર્થતંત્રને મજબુત બનાવવા માટે મદદ મળી શકે.


વાંચવા માટે ક્લિક કરો: ક્યારે સુધરશે ચીન? ખતરનાક મંશાથી ભારતીય સીમામાં ફરીથી કરી ઘૂસણખોરી


પીએમ મોદીએ ઓઇલ ઉત્પાદક દેશોને પણ અપીલ કરી છે કે તેઓ રોકાણ યોગ્ય વધારો વિકાસશીલ દેશોના ઓઇલ ક્ષેત્રમાં વ્યવસાયિક લાભ માટે લગાવે. પ્રધાનમંત્રી કાર્યલયથી જાહેર એક વક્તવ્યમાં આ જાણકારી આપી હતી કે મોદીએ સોમવારે રાજધાનીમાં ઓઇલ તેમજ ગેસ ક્ષેત્રના દેશ-વિદેશી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને જાણકારોની સાથે વાતચીત દરમિયાન સૂચનો આપ્યા હતા.


વાંચવા માટે ક્લિક કરો: મોઘવારી દરમાં વધારો: ખાદ્ય ચીજવસ્તુઓ સહિત પેટ્રોલ ડિઝલના ભાવ પહોચ્યાં આસમાને


જે સમયે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં દર ઘટાડ્યા હતા, ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 75.46 રૂપિયા પ્રતિ લીટર હતું. ત્યારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા પાર કરી ગઇ હતી. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 91.34 રૂપિયા પ્રતિ લીટર હતો. સાથે જ ડીઝલનો ભાવ ત્યારે 80.10 રૂપિયા પ્રતિ લીટર હતો.


બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...