Petrol Price Today: ગણેશ ચતુર્થી પર મળ્યાં ગૂડ ન્યૂઝ? જાણો એક લિટર પેટ્રોલ-ડીઝલનો આજે ગુજરાતમાં કેટલો છે ભાવ
Petrol Price Today: આ બધા વચ્ચે ઓઈલ કંપનીઓ તરફથી આજે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ બહાર પડી ચૂક્યા છે. દેશના મહાનગરો અને કેટલાક મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણો ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ લેવલ પર હાલ ક્રૂડ ઓઈલ 70-73 ડોલર પ્રતિ બેરલ વચ્ચે જોવા મળી રહ્યો છે. અઠવાડિયામાં ક્રૂડ ઓઈલ લગભગ 6 ડોલર પ્રતિ બેરલ સુધી સસ્તું થઈ ચૂક્યું છે. આ બધા વચ્ચે ઓઈલ કંપનીઓ તરફથી આજે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ બહાર પડી ચૂક્યા છે. દેશના મહાનગરો અને કેટલાક મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
વાયદા બજારમાં શું છે ક્રૂડ ઓઈલના ભાવ
મજબૂત હાજર માંગણી બાદ વેપારીઓ દ્વારા પોતાના સૌદાનો આકાર વધારવામાં આવતા વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલનો ભાવ 41 રૂપિયાની તેજી સાથે 5,825 રૂપિયા પ્રતિ બેરલ જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ક્રૂડ ઓઈલનો ઓક્ટોબર મહિનામાં ડિલિવરી થનારો કરાર 41 રૂપિયા એટલે કે 0.71 ટકાની તેજી સાથે 5,825 રૂપિયા પ્રતિ બેરલ થયો. જેમાં 8.376 લોટ માટે વેપાર થયો.
બજાર વિશ્લેષકોએ કહ્યું કે વેપારીઓ દ્વારા પોતાના સોદાનો આકાર વધારવામાં આવતા ક્રૂડ ઓઈલ વાયદા ભાવમાં તેજી આવી. વૈશ્વકિ સ્તર પર વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ઓઈલ 0.58 ટકાની તેજી સાથે 69.55 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 0.56 ટકા વધીને 73.10 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ચાર મહાનગરોમાં ભાવ
શહેર | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 94.72 | 87.62 |
મુંબઈ | 104.21 | 92.15 |
કોલકાતા | 103.94 | 90.76 |
ચેન્નાઈ | 100.75 | 92.32 |
રાજ્યો પ્રમાણે ભાવ
રાજ્યો પ્રમાણે ભાવ | પેટ્રોલ | ડીઝલ |
આંદમાન નિકોબાર | 82.42 | 78.01 |
આંંધ્ર પ્રદેશ | 108.29 | 96.17 |
અરુણાચલ પ્રદેશ | 90.92 | 80.44 |
અસમ | 97.14 | 89.38 |
બિહાર | 105.18 | 92.04 |
ચંડીગઢ | 94.24 | 82.4 |
છત્તીસગઢ | 100.39 | 93.33 |
દાદરા નગર હવેલી | 92.51 | 88 |
દમણ અને દીવ | 92.32 | 87.81 |
દિલ્હી | 94.72 | 87.62 |
ગોવા | 96.52 | 88.29 |
ગુજરાત | 94.71 | 90.39 |
હરિયાણા | 94.24 | 82.4 |
હિમાચલ પ્રદેશ | 95.89 | 87.93 |
જમ્મુ અને કાશ્મીર | 99.28 | 84.61 |
ઝારખંડ | 97.81 | 92.56 |
કર્ણાટક | 102.86 | 88.94 |
કેરળ | 107.56 | 96.43 |
મધ્ય પ્રદેશ | 106.47 | 91.84 |
મહારાષ્ટ્ર | 103.44 | 89.97 |
મણિપુર | 99.13 | 85.21 |
મેઘાલય | 96.34 | 87.11 |
મિઝોરમ | 93.93 | 80.46 |
નાગાલેન્ડ | 97.7 | 88.81 |
ઓડિશા | 101.06 | 92.64 |
પુડુચેરી | 94.34 | 84.55 |
પંજાબ | 94.24 | 82.4 |
રાજસ્થાન | 104.88 | 90.36 |
સિક્કિમ | 101.5 | 88.8 |
તમિલનાડુ | 100.75 | 92.34 |
તેલંગણા | 107.41 | 95.65 |
ત્રિપુરા | 97.47 | 86.5 |
ઉત્તર પ્રદેશ | 94.56 | 87.66 |
ઉત્ત્તરાખંડ | 93.45 | 88.32 |
પશ્ચિમ બંગાળ | 104.95 | 91.76 |
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.