પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી થયો વધારો, આજે પણ બનાવ્યો રેકોર્ડ
મુંબઇમાં પેટ્રોલના ભાવ મંગળવારે 14 પૈસાના વધારા બાદ 88.26 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું. મુંબઇમાં ડીઝલ 15 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 77.47 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ રેટ પર પહોંચી ગયું.
નવી દિલ્હી: દેશમાં વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે પણ વધારો યથાવત રહ્યો. મંગળવારે દિલ્હીમાં 14 પૈસાના વધારા સાથે 80.87 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. તો બીજી તરફ ડીઝલમાં 14 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો. તેના ભાવ 72.97 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. બીજી તરફ મુંબઇમાં પેટ્રોલના ભાવ મંગળવારે 14 પૈસાના વધારા બાદ 88.26 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું. મુંબઇમાં ડીઝલ 15 પૈસા પ્રતિ લીટરના વધારા સાથે 77.47 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ રેટ પર પહોંચી ગયું.
સોમવારે પણ તોડ્યો હતો રેકોર્ડ
પેટ્રોલ અને ડીઝલના ભાવે સોમવારે રેકોર્ડ તોડી દીધો હતો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 23 પૈસા પ્રતિ લીટર વધીને 80.73 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું હતું. તો બીજી તરફ ડીઝલના ભાવ 22 પૈસા પ્રતિ લીટર વધીને 72.83 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા. શનિવારે દિલ્હીમાં પહેલીવાર પેટ્રોલના ભાવ 80 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કર્યો હતો, જે રવિવારે 80.50 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો.
મુંબઇમાં ઝડપથી વધી રહ્યા છે ભાવ
મુંબઇમાં પેટ્રોલ હવે 88.12 રૂપિયા અને ડીઝલ 77.32 રૂપિયા પ્રતિ લીટરના ભાવ મળી રહ્યા છે. આ પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મંગળવારે નવી ઉંચાઇ પહોંચી ગયા હતા. તમને જણાવી દઇએ કે મુંબઇમાં પેટ્રોલ 87.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 76.98 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું હતું. તો બીજી તરફ રવિવારે પેટ્રોલનો ભાવ 87.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.09 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો.
આ છે ભાવ વધારાનું કારણ
તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો નબળો અને ક્રૂડ ઓઇલના વધરાત ભાવથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવના લીધે ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.
ભાવ ઘટવાની આશા નહી
વિશેષજ્ઞોનું માનીએ તો આગામી સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચશે. બ્રેંટ ક્રૂડમાં 80 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ (અમેરિકી લાઇટ ક્રૂડ)માં 75 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી ઉછાળો જોવા મળી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગળ પણ વધારો થઇ શકે છે.