ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ:બજેટમાં કેન્દ્ર સરકારે તમારા પગાર સાથે જોડાયેલા રૂપિયા મામલે ખાસ જાહેરાત કરી છે. આગામી દિવસોમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં બદલાવ કરવામા આવી શકે છે. આ ઉપરાંત તમારા પીએફના રૂપિયા સાથે જોડાયેલ નિયમમાં પણ બદલાવ આવી શકે છે. હકીકતમાં EPFO જલ્દી જ તમારા પ્રોવિડન્ટ ફંડના કન્ટ્રીબ્યુશનને ઘટાડી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના દાયરામાં આવનારા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ (PF) માં કપાનારો હિસ્સો ઓછો થઈ શકે છે. તેને 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછું થઈ શકે છે પીએફ કન્ટ્રીબ્યુશન
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, EPFO તરફથી આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. નવા નિયમમાં એમ્પ્લોઈને આ અધિકાર આપવામાં આવી શકે છે કે તે પોતાનો 12 ટકા હિસ્સો ઘટાડી શકે છે. જોકે, આ લઘુત્તમ લિમિટ શું હશે તે હજી નક્કી થયું નથી. પરંતુ આ નિયમની અસર કંપની પર નહિ થાય. કંપનીના પ્રોવિડન્ટ ફંડમાં 12 ટકા જ જમા કરવાના રહેશે. 


ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા નીતિન પટેલ બોલ્યા, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે


શું છે નવો નિયમ
નવા નિયમનો હેતુ છે કે, કર્મચારીના હાથમાં વધુ પગાર આવે. કર્મચારીની પાસે અધિકાર હશે કે તે પોતાના પગારમાંથી ઓછા પીએફનું યોગદાન કરે. એટલે કે, 12 ટકાને બદલે 10 ટકા પીએફ રકમ કપાશે. આ સાથે કર્મચારીને પગાર કેમ્પોનન્ટમાં બીજો વિકલ્પ આપવામાં આવી શકે છે. તે કોઈ અન્ય સ્કીમમાં ઈન્વેસ્ટ કરી શકે. તેમાં નવી પેન્શન સ્કીમનો કોમ્પોનન્ટ જોડી શકાય છે. કેન્દ્રીય કેબિનેટથી સોશિયલ સિક્યોરિટી કોડ બિલને પહેલા જ મંજૂરી મળી ચૂકી છે. આ નિયમ પણ એ જ બિલનો ભાગ હશે. જોકે, નોટિફાઈ કરવા માટે સંસદમાં બિલ રજૂ કરવુ પડશે. બજેટ સત્રના બીજા ફેઝમાં આ બિલ રજૂ થઈ શકે છે. 


શું હશે ફાયદો
પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો ઓછા કરવાથી કર્મચારીઓની ટેક હોમ સેલેરી વધી શકે છે. સૂત્રોની વાત માનીએ તો, કેન્દ્ર સરકારનો હેતુ છે કે, લોકોને તેમના હાથમાં વધુ પગાર મળે. તેનાથી ખર્ચ કરવાની ક્ષમતામાં વધારો થશે. પ્રોવિડન્ટ ફંડનો નવો નિયમ સિલેક્ટેડ સેક્ટર્સ પર જ લાગુ થશે. સૂત્રોના જણાવ્યા અનુસા, નવા નિયમમાં પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો 10 ટકા થઈ શકે છે. પરંતુ એમ્પ્લોયરનો હિસ્સો 12 ટકા જ રહેશે. 


રાજુલા : પરિવાર સાથે સૂતા 5 વર્ષના બાળકને ઉપાડીને સિંહણે કર્યો શિકાર


શું નુકશાન થશે
એક તરફ જ્યાં કર્માચારીઓના હાથમાં વધુ સેલેરી હશે. તો બીજી તરફ તેમના રિટાયર્ડમેન્ટના ફંડ પર અસર પડશે. કેમ કે, તેમના પ્રોવિડન્ટ ફંડમાં ઓછા રૂપિયા જમા થશે. તેની અસર રિટાયર્ડમેન્ટ બાદ મળનારા સેવિંગ પર થશે. 


હાલ શું નિયમ છે
હાલના નિયમ અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માં એમ્પ્લોઈ અને એમ્પ્લોયર બંનેો 12-12 ટકા અંશદાન હોય છે. ઓર્ગેનાઈઝ્ડ સેક્ટરના કર્મચારી અને કંપની બંનેને બેઝિક સેલેરીના 12 ટકા ભાગ દર મહિને પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવાના હોય છે. હવે નવા નિયમમાં તેને થોડું સરળ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને MSME, ટેક્સટાઈલ અને સ્ટાર્ટઅપ જેવા સેક્ટર્સ માટે નવા નિયમને લાગુ કરવામાં આવી શકે છે. પરંતુ બીજા સેક્ટર્સમાં તેની કેટલી અસર થશે, તે તો બિલ આવ્યા બાદ જ માલૂમ પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના અન્ય સમાચાર જાણવા માટે કરો ક્લિક...