PF Interest: EPFO PF એકાઉન્ટમાં જમા કરી રહ્યું છે વ્યાજના પૈસા, આ રીતે ચેક કરો બેલેન્સ
PF Interest Money: Employees` Provident Fund Organisation (EPFO) એ પ્રોવિડન્ડ ફંડ સબસ્ક્રાઈબર્સના પીએફ એકાઉન્ટમાં વ્યાજના પૈસા ક્રેડિટ કરવાનું શરૂ કરી દીધુ છે. લાભાર્થીઓના ખાતામાં જલદી ક્રેડિટેડ ઈન્ટરેસ્ટ રિફ્લેક્ટ થવાનું શરૂ થઈ જશે.
PF Interest Money: Employees' Provident Fund Organisation (EPFO) એ પ્રોવિડન્ડ ફંડ સબસ્ક્રાઈબર્સના પીએફ એકાઉન્ટમાં વ્યાજના પૈસા ક્રેડિટ કરવાનું શરૂ કરી દીધુ છે. લાભાર્થીઓના ખાતામાં જલદી ક્રેડિટેડ ઈન્ટરેસ્ટ રિફ્લેક્ટ થવાનું શરૂ થઈ જશે. EPFO એ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી 31 ઓક્ટોબરના રોજ એક યૂઝરને જવાબ આપ્યો હતો કે તેમણે વ્યાજના પૈસા સબસક્રાઈબર્સને ક્રેડિટ કરવાનું શરૂ કરી દીધુ છે. અત્રે જણાવવાનું કે EPFO સબસ્ક્રાઈબર્સને દર મહિને વ્યાજના પૈસા મળે છે, પરંતુ બધા ભેગા મળીને વર્ષમાં એકવાર ખાતામાં જમા કરાય છે. એટલે કે દર મહિને વ્યાજ કમ્પાઉન્ડ થતું રહે છે અને વર્ષમાં એકવાર પૂરા પૈસા સબસ્ક્રાઈબર્સના એકાઉન્ટમાં ક્રેડિટ કરી દેવાય છે.
આ રીતે ચેક કરો ખાતામાં પૈસા આવ્યા કે નહીં
તમે તમારા પીએફ એકાઉન્ટની પાસબુક ચેક કરીને જોઈ શકો છો કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં. આ માટે તમે કાં તો EPFO ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ શકો છો અથવા તો 7738299899 નંબર પર ‘EPFOHO UAN ENG’ મેસેજ પણ મોકલી શકો છો. 9966044425 પણ એક નંબર છે, જેના પર મિસ્ડ કોલ કરીને પીએફ બેલેન્સ ચેક કરી શકાય છે. આ ઉપરાંત UMANG એપ દ્વારા પણ પીએફ એકાઉન્ટ એક્સેસ કરી શકાય છે.
આ ઉપરાંત આ રીતે ઓનલાઈન પણ ચેક કરી શકાય છે પીએફ બેલેન્સ...
સ્ટેપ-1
EPFO ની ઓફિશિયલ વેબસાઈટ epfindia.gov.in પર જાઓ.
સ્ટેપ-2
‘Our Services’ ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ 'For Employees' ના ઓપ્શનને સિલેક્ટ કરો.
સ્ટેપ-3
નવું પેજ ખુલે તે પછી તમારે 'Member Passbook' પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે તમારો UAN (Universal Account Number) અને પાસવર્ડ નાખવાનો રહેશે.
સ્ટેપ-4
ત્યારબાદ તમારી પાસબુક ઓપન થઈ જશે. તેમાં તમને જોવા મળશે કે તમારા એમ્પ્લોયર અને તમારા તરફથી કેટલો ફાળો છે અને તેના પર કેટલું વ્યાજ મળ્યું છે. જો EPFO તરફથી વ્યાજ ક્રેડિટ થયું હશે તો તેમાં રિફ્લેક્ટ થઈ જશે.
આ Video પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube