નવી દિલ્લીઃ આ દિવસોમાં દેશ ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાના કારણે કેટલાય પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયમાં સૌથી મોટી મુશ્કેલી હોય તો તે છે રૂપિયાની. જો તમારે રૂપિયાની ખૂબ જરૂર હોય તો તમે પોતાના એમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ (EPF/PF) માંથી રૂપિયા ઉપાડી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક લોકોને લાગે છે કે EPF માંથી રૂપિયા ઉપાડવા મુશ્કેલી ભર્યું કામ છે પરતું એવું નથી. આપને જણાવી દઈએ કે જરૂરત પડવાથી તમે EPF ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડી શકો છો અને આના પર કેટલો TAX  આપવાનો થાય છે.


PFના 75 ટકા રૂપિયા નોકરી ગયાના એક મહિના પછી ઉપાડી શકશો
PF વિડ્રોલના નિયમ અનુસાર જો કોઈ કર્મચારીની નોકરી જતી રહે છે તો તે 1 મહિના પછી PF ખાતામાંથી 75 ટકા રૂપિયા ઉપાડી શકે છે. આ કારણથી તે બેરોજગારીના સમય દરમિયાન પોતાની જરૂરીયાતો પૂરી કરી શકે છે. PF માં જમા બાકી 25 ટકા રૂપિયા નોકરી છૂટ્યાના બે મહિના પછી ઉપાડી શકાય છે.


સારવાર માટે ઉપાડી શકો છો પૂરા રૂપિયા
EPF ખાતાધારક પોતાની કે તેના પરિવારની સારવાર માટે  EPF ના પૂરા રૂપિયા ઉપાડી શકે છે. આ પરિસ્થિતિમાં ગમેત્યારે EPF ના રૂપિયા ઉપાડી શકાય છે. રૂપિયા ઉપાડવા માટે એક મહિનો અથવા તેના કરતા વધારે સમયે સારવાર લીધી હોય તેના પુરાવા આપવા જરૂરી છે.


પાંચ વર્ષ પહેલાં EPF ખાતામાંથી રૂપિયા ઉપાડવા પર લાગશે TAX
પાંચ વર્ષ પહેલાં EPF ખાતામાંથી રૂપિયા ઉપાડવા પર TAX ચૂકવવો પડે છે. આ રકમ પર તમારા વર્તમાન સ્લેબના હિસાબથી ઈન્કમ ટેક્સ ચૂકવવાનો હોય છે.  જે વર્ષમાં તમે PF ખાતામાં રકમ જમા કરાવી તે વર્ષે તમારા કુલ વેતન પર લાગતા ટેક્સ સ્લેબના હિસાબથી ટેક્સ ચૂકવવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube