કોરોનાકાળમાં ફાર્મા ઉદ્યોગમાં તેજી, દુનિયાભરમાં ભારતની દવાઓની ડિમાન્ડ વધી
- કોવિડની સારવાર માટે ઉપયોગમાં લેવાતી તમામ દવાના ઉત્પાદનમાં વધારો થયો છે.
- એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીમાં ભારતની ફાર્મા સેક્ટરમાં નિકાસ 15 ટકા વધી
ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોનાકાળમાં સૌથી વધુ ડિમાન્ડ કોઈ સેક્ટરની વધી હોય તો તે ફાર્મા સેક્ટર છે. કોરોનાકાળમાં ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી છે. કોવિડના સમયમાં ફાર્મા સેક્ટરની ભૂમિકા પ્રકાશમાં આવી છે. આ કાળમાં ભારતની ભૂમિકા વધુ ચર્ચામાં રહી છે. કારણ કે, ભારત દુનિયાના 200 દેશોને દવા પૂરી પાડે છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીમાં ભારતની ફાર્મા સેક્ટરમાં નિકાસ 15 ટકા વધી છે. દુનિયામાં ભારતની દવાની ડિમાન્ડ વધી છે.
આ પણ વાંચો : દુકાનદારો સાવધાન, Covid-19 ને રોકવા તમારા માટે જાહેર કરાઈ ખાસ SOP
લોકડાઉનમાં સ્થાનિક સ્તરે નેગેટિવ ગ્રોથ હતો. પરંતુ જૂન મહિના બાદ સ્થાનિક સ્તરે ગ્રોથ વધીને 9 ટકા સુધી પહોચ્યો છે. આત્મનિર્ભર યોજનાને ફાર્મા સેક્ટરમાં ધાર્યા કરતાં બોહળો પ્રતિસાદ મળ્યો છે. ભારત સરકારે પીએલઆઇ એટલે કે પોડક્ટશન લીન્કેડ ઇન્સેન્ટીવ સ્કીમ લોન્ચ કરી એપીઆઇ પાર્ક બનાવવાની સરકારે યોજના જાહેર કરી છે. જેમાં પ્રથમ તબક્કામાં 10 કરોડ અને બીજા તબક્કામાં 15 હજાર કરોડની સ્કીમ જાહેર કરી છે.
ત્રણ એપીઆઇ પાર્કની સામે દેશના આઠ રાજ્યોએ એપીઆઇ પાર્ક સ્થાપવા માટે પહેલ કરી છે. ભારત 68 ટકા એપીઆઇ આયાત કરતુ હતુ, જેમાં મોટાભાગનુ ચીન અને યુરોપથી થતુ હતુ. એપીઆઇ પાર્કમાં પ્રોડક્શન શરુ થતાં ભારતની 70 થી 80 ટકા એપીઆઇની આયાત ઘટી જશે.
આ પણ વાંચો : ઈન્દિરાબેનના મોતનો અમદાવાદ સિવિલના તંત્ર પર આરોપ, નેગેટિવ રિપોર્ટ છતાં કોવિડ વોર્ડમાં દાખલ કર્યાં
કોવિડની સારવાર માટે ઉપયોગમાં લેવાતી તમામ દવાના ઉત્પાદનમાં વધારો થયો છે. જે આ મુજબ છે.
- વિટામિન સી ઝીંક
- હેઝીથ્રોત્રાઇસીન
- આઇવરમેક્ટીન
- ફેવીપીરાવીર