નવી દિલ્હી: ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (UIDAI)એ કોઇ પણ વ્યક્તિની ઓળખાણ અંગેનું એક નવી તકનીક શોધી કાઢી છે. આ નિયમ મુજબ ફોટોને ચહેરા સાથે સરખાવવાની કામગીરી શરૂ કરવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ સુવિધાને પહેલા ટેલીકોમ કંપનિયોની સાથે 15 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ પહેલા પણ ચહેરાથી ઓળખ કરતુ સાધન જુલાઇ મહિનામાં લાગુ  કરવામાં આવ્યુ હતું. પરંતુ આ બાદ તેને ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યું હતું.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલિકોમ કંપનીઓ પર દંડ લગાવાનો પ્રસ્તાવ 
આ સુવિધામાં મોબાઇલ સીમના આવેદન જોડે લગાયેલા ફોટાની ઓળખ સબંધીત વ્યક્તિના સામે લેવામાં આવેલા ફોટા સાથે સરખામણી કરવામાં આવશે. યુઆઇડીએઆઇએ સપ્ટેમ્બરના મધ્યથી જ જો ટાર્ગેટ પૂરો નહિ થાય તો દૂરસસંચાર કંપનીઓ પર દંડ લગાવાનો પ્રસ્તાવ કર્યો છે. યુઆઇડીએઆઇએ કહ્યું કે દૂરસંચાર કંપનિઓ સિવાય અન્ય એજસિંયોમાં પણ ચહેરા ઓળખ સુવિધા ઉભી કરવામાં આવશે. પણ આ અંગે કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. 


ફિંગરપ્રિંન્ટથી થતી મુશ્કેલીઓ અટકશે 
ખાસ વાતતો એ છે, કે યુઆઇડીએઆઇએ કહ્યું છે, કે લાઇવ ફેસ ફોટો અને ઇકેવાઇસી દરમિયાન આપેલો ફોટોની સરખામણી કરવી આ બાબતે જરૂરી બની જશે. જેમા મોબાઇલ સીમ કાર્ડ માટે આધારનો ઉપયોગ કરવામાં આવતો હતો. યુઆઇડીએઆઇના કહ્યા મુજબ આ નિર્ણય ફિંગરપ્રિન્ટથી પડતી મુશ્કેલીઓને દુર કરવા માટે અને થતા કૌભાંડો રોકવા માટે લેવામાં આવ્યો છે. આનાથી મોબાઇલ સીમ કાર્ડને એક્ટીવ કરવાની પ્રક્રિયાને વધારે મજબૂત કરવામાં આવશે.  


15 સપ્ટેમ્બરથી શરૂ થશે સુવિઘા 
યુઆઇડીએઆઇના એર પત્ર અનુસાર 15 સપ્ટેમ્બરથી ટેલિકોમ કંપનીયોએ મહિનામાં ઓછામાં ઓછા 10 ટકા ટેડાને ચેહરા અને લાઇવ ફોટો સાથે સરખમણી કરવી ફરજીયાત રહેશે. જો આનાથી વધાકે સમય લાગ્યો તો દરેક ડેટા પર 20પૈસા જેટલો દંડ કરવામાં આવશે. 


યુઆઇ઼ડીએઆઇના મુખ્ય અધિકારી અજય ભૂષણ પાંડેએ કહ્યું કે ‘લાઇવ ફેસ ફોટોથી ઇકેવાઇસી ફોટો સાથે સરખામણીના આદેશ ખાલી એ બાબતો માટે જરૂરી છે, જેમાં સિમ કાર્ડ ચાલુ કરવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવકતો હતો. દુરસંચાર વિભાગના નિર્દેશ અનુસાર જે સિમ આધાર સિવાય કોઇ અન્ય રીતે લાગુ કરવામા આવે તો તેમા આ પ્રકારના કોઇ પણ નિયમ લાગુ થશે નહિ.