Philips Layoffs: દુનિયાભરની કંપનીઓમાં મંદીની આશંકાની વચ્ચે છટણીનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. હવે ડચ હેલ્થ ટેક ફર્મ ફિલિપ્સે કંપનીમાંથી 6000 નોકરીઓને ખતમ કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે તેના નફામાં સુધારો કરવા માટે આ નિર્ણય કર્યો છે. રોયટર્સના જણાવ્યા અનુસાર કંપનીએ કહ્યું કે અડધી નોકરીઓમાં ઘટાડો આ વર્ષે કરવામાં આવશે અને બાકીની અડધો ઘટાડો 2025 સુધી થઈ જશે. કંપનીએ આ પગલું ફિલિપ્સ સાથે હાલમાં રિકોલ થયેલા કંપનીના નુકસાન પછી ઉઠાવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કેટલાંક સમય પહેલાં દોષપૂર્ણ સ્લીપ રેસ્પિરેટર્સના કારણે ફર્મને મોટાપાયે પોતાની પ્રોડક્ટ્સ પાછી લેવી પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


તેના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ 70 ટકા ઓછી થઈ ગઈ. કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર રોય જેકબ્સે કહ્યું કે ફિલિપ્સ મજબૂત બજાર સ્થિતિની આખી ક્ષમતાનો લાભ ઉઠાવી રહી નથી. કેમ કે તે એક મહત્વના ઓપરેશનલ પડકારનો સામનો કરી રહ્યું છે. જેકબ્સે કહ્યું કે કંપનીને દર્દીની સેફ્ટી, ક્વોલિટી અને સપ્લાય ચેનની વિશ્વસનીયતામાં પણ સુધારો કરવો પડશે. આ પહેલાં પણ ફિલિપ્સ કંપનીમાં છટણી થઈ હતી. ફિલિપ્સે થોડા સમય પહેલાં પણ નોકરીમાં ઘટાડાની જાહેરાત કરી હતી. લગભગ 3 મહિના પહેલાં એટલે ઓક્ટોબર 2022માં કંપનીઓ પોતાના 4000 કર્મચારીઓની છટણી કરી હતી, જે તેના ટોટલ વર્કફોર્સના 5 ટકા હતા.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


ત્યારે કંપનીએ સ્લીપ એપનિયાની સારવાર માટે ઉપયોગ કરવામાં આવતાં લાખો વેન્ટિલેટર્સને પાછા મંગાવવા પડ્યા હતા. આ ડિવાઈસનો ઉપયોગ ખતરનાક થવાની આશંકા હતા. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીએ છટણી કરી હતી. દૈનિક 3400 કર્મચારીઓની નોકરી જઈ રહી છે. દુનિયાભરની નાની-મોટી કંપનીઓ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી રહી છે. આંકડા પર નજર કરીએ તો વૈશ્વિક સ્તરે જાન્યુઆરી મહિનામાં દરરોજ 3400થી વધારે ટેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. Layoffc.fyi દ્વારા શેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં અત્યાર સુધી 219 કંપનીઓએ 68,000થી વધારે કર્મચારીઓની છટણી કરી છે.


આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube