Multibagger Stock: દુનિયામાં સૌથી સારી સિંગલ માલ્ટ વ્હિસ્કી ઈંદ્રી દિવાળી કલેક્ટર એડિશન 2023 બનાવનારી કંપની પિકૈડિલી એગ્રો (Piccadily Agro Lnds Limited) ના સ્ટોક રોકાણકારો માટે સોનું સાબિત થયા છે. બે દિવસ પહેલા કંપનીને મળેલા એવોર્ડનો નશો શેર બજારના ઈન્વેસ્ટરો પર છવાયો છે. મંગળવારે બજારમાં ઘટાડા વચ્ચે આ સ્ટોકમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી, અને બજારમાં ચાલી રહેલા ઘટાડાના માહોલ વચ્ચે તે 20 ટકા ઉછળી ઓલ ટાઈમ હાઈ 165 રૂપિયા પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો પિકૈડિલી એગ્રોના શેરના પરફોર્મંસની વાત કરીએ તો આ સ્ટોક 3 ઓક્ટોબરે બજાર ખુલતા પહેલા 115 રૂપિયાની નજીક હતો. એક સીમિત વર્તુળમાં ચાલી રહેલા સ્ટોકને સર્વશ્રેષ્ઠ વ્હિસ્કીના એવોર્ડે બૂસ્ટ કરી દીધો. આ શેર અચાનક રોકેટ બની ગયો. આજે પણ બજાર ખુલવાની શરૂઆતી કલાકમાં 20 ટકા વધી તે 165 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. આ એગ્રો સ્ટોકે છ મહિનામાં 238 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જ્યારે આ વર્ષે અત્યાર સુધી 270 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને 343 ટકા કરતા વધુનું રિટર્ન આપી ચુક્યો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં સ્ટોકે 1506 ટકાનું રિટર્ન આપી ઈન્વેસ્ટરોને માલામાલ કર્યાં છે. 


આ પણ વાંચોઃ દિવાળી સુધારવી હોય તો વાયર અને કેબલ કંપનીના શેર ખરીદી લો, આપશે જબરદસ્ત રિટર્ન


એક લાખના બનાવી દીધા 65 કરોડ
પિકૈડિલી એગ્રોએ ધૈર્યવાન ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. તેના રોકાણકારોને લાખોપતિમાંથી કરોડપતિ બનાવી દીધા છે. 11 જુલાઈ 1997માં આ શેરની કિંમત માત્ર 25 પૈસા હતી. તે દિવસે જે ઈન્વેસ્ટરે એક લાખ રૂપિયાના શેર 25 પૈસા હિસાબે ખરીદ્યા હશે અને આજ સુધી તેની પાસે હશે તો તેની કિંમત 1 લાખથી વધીને 65.20 કરોડ રૂપિયા થઈ ગઈ હશે. આ સમયગાળામાં સ્ટોકે 65100 ટકાનું રિટર્ન આપ્યું છે. 


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમ અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube