How to Start Mango Pickle Business: ઉનાળાની ઋતુ કેરીનું અથાણું બનાવવા માટે સૌથી ઉત્તમ છે. એવામાં તમે અથાણું બનાવવાના બિઝનેસની શરૂઆત કરીને આખું વર્ષ લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે આ બિઝનેસ શરૂ કરવામાં કેટલો ખર્ચ થશે અને કેટલી કરી શકશો તમે કમાણી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અથાણાના બિઝનેસ માટે તમારે થોડી ખૂલ્લી જગ્યાની જરૂર પડશે. ફ્લેટમાં રહેનારા લોકો માટે શરૂઆતના તબક્કામાં બાલકની યોગ્ય રહેશે. આનાથી અથાણું બનાવવું, સૂકવવું અને પેકિંગ કરવામાં સરળતા રહેશે. તમારું અથાણું લાંબા સમય સુધી સારૂ રહે તે માટે સાફ-સફાઈ ખૂબ જરૂરી હોય છે. દરેક ઋતુમાં અથાણું બનાવી શકાય છે પરંતુ કેરીનું અથાણું બનાવવા માટે આ ઋતુ સૌથી શ્રેષ્ઠ છે.


સીઝન અનુસાર બનાવી શકો છો અથાણું-
તમે ઘણી પ્રકારના અથાણા બનાવીને વેંચી શકો છો. મોટાભાગે કેરી અને લીંબુનું અથાણું સૌથી વધારે વેંચાય છે. આ ઉપરાંત તમે ફણસ, લસણ, આમળા, આદુ અને મરચાનું અથાણું બનાવી શકો છો.


10 હજાર રૂપિયાથી કરી શકો છો શરૂઆત-
તમે 10 હજાર રૂપિયાના ખર્ચથી અથાણાના વ્યવસાયની શરૂઆત કરી શકો છો. ત્યાર બાદ તમે તમારી પ્રોડક્ટની ડિમાન્ડના આધારે નફો કમાઈ શકો છો. જો ડિમાન્ડ સારી રહી તો તમે આટલા ખર્ચામાં 20થી 25 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. જો તમારી પાસે લાંબા સમય સુધી અથાણાને સાચવી રાખવાની યોગ્ય વ્યવસ્થા છે તો તમે આખું વર્ષ અથાણું બનાવીને વેંચી શકો છો.


આ વાતનું ધ્યાન રાખવું જરૂરી-
અથાણું વેચવા માટે તમારે પેકેજિંગ અને પ્રાઈઝિંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. માર્કેટમાં પ્રોડક્ટની પેકેજિંગ પર ઘણું નિર્ભર કરે છે. બોક્સમાં અથાણાની માત્રા નક્કી કિંમતો અનુસાર રાખવી જોઈએ. સાથે જ પોતાની બ્રાન્ડનો લોગો અને મેન્યુફેક્ચરિંગ ડિટેલ્સ જરૂરથી લખો.


અથાણાના બિઝનેસ માટે લાયસન્સ-
આચાર મેકિંગ બિઝનેસ માટે લાયસન્સની જરૂર પડે છે. ફૂડ સેફ્ટી એન્ડ ઓથોરિટી દ્વારા લાયસન્સ આપવામાં આવે છે. આ માટે તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. લાયસન્સ ન હોવાના કારણે તમારા પર દંડ પણ થઈ શકે છે.