મુંબઈઃ Indian railways: મોંઘવારીનો વધુ એક ઝટકો સહન કરવા માટે તૈયાર થઈ જાવ. ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટો (Platform Tickets) ના ભાવમાં 5 ગણો વધારો કર્યો છે. જે પ્લેટફોર્મ ટિકિટ તમને અત્યાર સુધી 10 રૂપિયામાં મળતો હતો, તે માટે હવે તમારે 50 રૂપિયા ચુકવવા પડશે. રેલવેના એક અધિકારીએ આ જાણકારી આપી છે. રેલવેને લાગે છે કે આવનારી ગરમીઓમાં રેલવે મુસાફરોની ભીડ સ્ટેશન પર આવશે. જેથી કોરોના મહામારી (Coronavirus Pandemic) ના ફેલાવાનો ડર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 જૂન સુધી પ્લેટફોર્મ ટિકિટ મોંઘી રહેશે
સેન્ટ્રલ રેલવે  (Central Railway) એ મુંબઈ મેટ્રોપોલિટન રિઝન (MMR) ના મુખ્ય સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટોના ભાવ 5 ગણા વધારી દીધા છે. કિંમતો વધારવા પાછળ રેલવેનું કહેવું છે કે કોરોના મહામારી વચ્ચે સ્ટેશનો પર વધુ ભીડ ભેગી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્લેટફોર્મ ટિકિટના નવા ભાવ 1 માર્ચથી લાગૂ થઈ ચુક્યા છે જે 15 જૂન સુધી રહેશે. 


આ પણ વાંચોઃ  મુકેશ અંબાણી વિશ્વના 8માં સૌથી ધનીક વ્યક્તિ, એક વર્ષમાં સંપત્તિમાં થયો મોટો વધારો


આ સ્ટેશનો પર મોંઘી થઈ પ્લેટફોર્મ ટિકિટ
સેન્ટ્રલ રેલવેએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિસન (CSMT), દાદર અને લોકમાન્ય તિલક ટર્નિમસ અને ઠાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડી રોડ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારીને 50 રૂપિયા કરી દીધી છે. આ તે સ્ટેશન છે જ્યાં યાત્રીકોની સંખ્યા સામાન્ય રીતે વધુ હોય છે. આ પહેલા માર્ચ 2020મા પણ કોરોના વાયરસથી બચવા માટે ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો. સેન્ટ્રલ રેલવેએ મુંબઈ, પુણે, ભુસવાલ અને સોલાપુર ડિવિઝનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયાથી વધારી 50 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. 


કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો
હકીકતમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મુંબઈમાં કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. મુંબઈમાં અત્યાર સુધી 3.25 લાખ કોરોના દર્દી સામે આવ્યા છે, તો અત્યાર સુધી 11400 લોકોના મૃત્યુ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube