Different Types of Debit Card: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો અનેક પ્રકારના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થયા છે. બેંક ખાતું ખોલતાની સાથે જ ગ્રાહકોને ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. જો તમે ઇચ્છો, તો તમે કાર્ડનું વેરિઅન્ટ પસંદ કરી શકો છો. ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ લેતી વખતે તમારે એવું કાર્ડ પસંદ કરવું જોઈએ જે તમારી જરૂરિયાતો અનુસાર ફાયદાકાર હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાં પ્રકારના હોય છે Visa Card
વિઝા એ વિશ્વનું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક છે. તે બેંકો સાથે ભાગીદારીમાં વિવિધ પ્રકારના કાર્ડ જારી કરે છે.


1. ક્લાસિક કાર્ડ- આ એકદમ બેઝિક કાર્ડ છે. આ કાર્ડ પર સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારની ગ્રાહક સેવાઓ ઉપલબ્ધ થશે. આ સિવાય તમે કોઈપણ સમયે આ કાર્ડ બદલી શકો છો.


2. ગોલ્ડ કાર્ડ- જો તમારી પાસે ગોલ્ડ વિઝા કાર્ડ છે, તો તમને ટ્રાવેલ અસિસ્ટન્સ, વિઝાની વૈશ્વિક ગ્રાહક સહાયતા સેવાઓનો લાભ મળે છે. આ કાર્ડને વિશ્વભરમાં સ્વીકારવામાં આવે છે. આ કાર્ડ વૈશ્વિક નેટવર્ક સાથે જોડાયેલ છે. તમે રિટેલ, ડાઇનિંગ અને એન્ટરટેઈનમેન્ટ આઉટલેટ્સ પર આ કાર્ડ સ્વાઈપ કરીને ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.


3.પ્લેટિનમ કાર્ડ- આ કાર્ડ તમને રોકડથી લઈને વૈશ્વિક ATM નેટવર્ક સુધીની સુવિધાઓ આપે છે. આ સિવાય મેડિકલ અને લીગલ રેફરલની સહાય ઉપલબ્ધ છે. આ કાર્ડનો ઉપયોગ કરીને, તમે સેંકડો ડીલ્સ, ડિસ્કાઉન્ટ ઑફર્સ અને અન્ય સુવિધાઓ મેળવી શકો છો.


4. ટાઇટેનિયમ કાર્ડ- ટાઇટેનિયમ કાર્ડમાં ક્રેડિટ લિમિટ પ્લેટિનમ કાર્ડ કરતા વધારે હોય છે. તે સામાન્ય રીતે સારું ક્રેડિટ અને વધુ આવક ધરાવતા લોકોને આપવામાં આવે છે.


5. સિગ્નેચર કાર્ડ- સિગ્નેચર કાર્ડમાં એરપોર્ટ લાઉન્જ એક્સેસ સહિત અન્ય ઘણી બધી સેવાઓ મળે છે.


ત્રણ પ્રકારના હોય છે માસ્ટરકાર્ડ
પેમેન્ટ નેટવર્ક માસ્ટરકાર્ડના ત્રણ પ્રકારના ડેબિટ કાર્ડ ખૂબ જ લોકપ્રિય છે. જેમના નામ સ્ટાન્ડર્ડ ડેબિટ કાર્ડ, એન્હાન્સ્ડ ડેબિટ કાર્ડ અને વર્લ્ડ ડેબિટ માસ્ટરકાર્ડ છે. જ્યારે પણ તમે ખાતું ખોલાવવા જાઓ છો, ત્યારે તમને બેંક તરફથી પ્રમાણભૂત ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરે છે.


ત્રણ ટાઈપના હોય છે RuPay Card
સ્વદેશી ચુકવણી નેટવર્ક RuPay કાર્ડ ગ્રાહકોને 3 પ્રકારના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરે છે. જેમાં ક્લાસિક, પ્લેટિનમ અને સિલેક્ટ કાર્ડનો સમાવેશ થાય છે.