નવી દિલ્હી:  PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજના હેઠળ 10મો હપ્તો જાહેર કરી દીધો છે. આ સાથે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવવાના શરૂ થઈ ગયા છે. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme 2020) 2020 ની મદદથી 10 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ સાથે તમને જણાવી દઈએ કે 10મા હપ્તાની રકમની સાથે જે ખેડૂતોના નવમા હપ્તાના પૈસા અટવાયેલા છે તે પણ આવી રહ્યા છે. એટલે કે ખેડૂતોના ખાતામાં એક સાથે 4000 રૂપિયા પણ આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોના ખાતામાં આવી રહ્યા છે 2000 રૂપિયા 
PM-KISAN યોજના માત્ર સંવેદનશીલ અને ગરીબ ખેડૂત પરિવારોને પૂરક આવકની ખાતરી જ નથી કરતી પણ ખાસ કરીને વિશેષ રૂપથી પાકની મોસમ પહેલા તેમની અન્ય જરૂરિયાતોને પણ પુરી કરે છે. તેના અંતર્ગત દરેક ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. આ સિવાય 20 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવાથી 10 કરોડથી વધુ ખેડૂત પરિવારોને મોટો ફાયદો થશે. જો તમને આ યોજના હેઠળ પૈસા મળ્યા નથી, તો તમે તરત જ કેન્દ્રીય કૃષિ મંત્રાલય (Ministry of Agriculture)ને ફરિયાદ કરી શકો છો. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે.


કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જમા થશે 2 લાખ રૂપિયા! જાણો 18 મહિનાના DA એરિયર્સ પર મોટું અપડેટ


ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી?
જો તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા નથી, તો તમારે સૌથી પહેલા તમારા વિસ્તારના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જો આ લોકો તમારી વાત ન સાંભળે અથવા પછી પણ ખાતામાં પૈસા ન આવે તો તમે તેનાથી સંબંધિત હેલ્પલાઈન પર પણ કોલ કરી શકો છો. આ ડેસ્ક (PM-KISAN Help Desk) સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું હોય છે. આ સિવાય તમે ઈ-મેલ pmkisan-ict@gov.in પર પણ સંપર્ક કરી શકો છો. જો હજુ પણ કામ ન થાય તો નંબર 011-23381092 (Direct HelpLine) પર કોલ કરો.


કૃષિ મંત્રાલયને કરો ફરિયાદ
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો Pradhan Mantri Kisan Samman Nidhi Scheme ના પૈસા કોઈ ખેડૂતના બેંક ખાતામાં નથી પહોંચી રહ્યા તો તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. જો ખેડૂતના ખાતામાં પૈસા ન પહોંચ્યા હોય અથવા કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો તેને કોઈપણ સંજોગોમાં સુધારી લેવામાં આવશે. સરકાર દરેક સંભવિત પ્રયાસ કરી રહી છે કે દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે.


અહીં પણ કરી શકો છો સંપર્ક 
તમે આ યોજનાની સ્થિતિ જાતે પણ ચકાસી શકો છો અને અરજી કરી શકો છો. યોજનાના ખેડૂત કલ્યાણ વિભાગમાં (Farmer’s Welfare Section) સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેનો ફોન નંબર 011-23382401 છે, જ્યારે તેનું ઈ-મેલ આઈડી (pmkisan-hqrs@gov.in) છે.


Adani Wilmar IPO: 27 જાન્યુઆરીએ આવશે અદાણી કંપનીનો આઈપીઓ, રોકાણ કરતા પહેલાં જાણો તમામ માહિતી


મંત્રાલયનો સંપર્ક કરવાની સુવિધા (Agriculture ministry helpline numbers)
પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
PM કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109