રાંચીઃ Krishi Ashirvaad Yojana: કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ખેડૂતો માટે અલગ-અલગ યોજનાઓ સંચાલિત કરવામાં આવી રહી છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. જો તમે પીએમ કિસાન યોજનાનો ફાયદો લો છો અને ઝારખંડ રાજ્યના રહેવાસી છો તો આ સમાચાર તમારા માટે ખુશ ખબર લાવનારા છે. કેન્દ્ર તરફથી ખેડૂતો માટે પીએમ કિસાન નિધિની યોજના ચલાવવામાં આવે છે. આ જ પ્રમાણે ઝારખંડ સરકાર તરફથી કૃષિ આશીર્વાદ યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ખેડૂતોને 5000 રૂપિયાની મદદ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ આશીર્વાદ યોજના:
કૃષિ આશીર્વાદ યોજના ઝારખંડ સરકાર તરફથી સંચાલિચ કરવામાં આવતી એવી યોજના છે જેમાં 5 એકર કે તેનાથી ઓછી ખેતીની જમીન હોય તેમને 5000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. આ મદદ ખરીફ સિઝનની ખેતી પહેલાં આપવામાં આવે છે. 5 એકર જમીન રાખનારા ખેડૂતોને મહત્તમ 25,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ મળી શકે છે. રાજ્યમાં પીએમ કિસાન નિધિનો ફાયદો લેનારા ખેડૂતોને ઓછામાં ઓછા 11,000 રૂપિયા અને મહત્તમ 31,000 રૂપિયા સુધીનો ફાયદો મળશે.


આ પણ વાંચોઃ 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ થશે ત્રણ મોટા ફેરફાર, જાણી લો આ ફાયદા


જો કોઈ ખેડૂત પાસે એક એકર કે તેનાથી ઓછી જમીન છે તો સરકાર તરફથી ખરીફ સિઝનના પાક પહેલાં 5000 રૂપિયા આપવામાં આવશે. પીએમ કિસાન અંતર્ગત વાર્ષિક તેને 6000 રૂપિયા આપવામાં આવે છે. આ રીતે વર્ષમાં તેને કુલ 11,000 રૂપિયા મળશે. આ રીતે 5 એકર કૃષિ જમીનવાળા ખેડૂતને 25,000 રૂપિયા મળશે. જે કુલ મળીને 31,000 રૂપિયા થશે.


યોજના સાથે જોડાયેલ શરત:
1. ઝારખંડના 22 લાખ 47 હજાર ખેડૂતો કૃષિ આશીર્વાદ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે
2. ઝારખંડના નાના અને સીમાંત ખેડૂતો જ કૃષિ આશીર્વાદ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે
3. યોજનાનો ફાયદો 5 એકર કે તેનાથી ઓછી જમીન પર ખેતી કરનારા ખેડૂતોને મળશે.


આ પણ વાંચોઃ પાલતુ પ્રાણીને ટ્રેનમાં સાથે લઈ જઈ શકાય ? જવાબ સાંભળીને લાગશે નવાઈ, જાણો શું છે નિયમ


આવી રીતે ચેક કરો સ્ટેટસ:
ઝારખંડમાં થોડાક સમય પહેલાં જ મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજના માટે અરજી મંગાવી હતી. જો તમે આ યોજના માટે અરજી કરી છે તો https://mmkay.jharkhand.gov.in/  જઈને અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. યોજનાના લાભાર્થીઓ માટે Mukhyamantri Krishi Ashirwad Yojana App પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube