નવી દિલ્હીઃ PM Kisan Samman Nidhi Yojana Update: દેશની સરકાર તરફથી કિસાનોને આર્થિક મદદ માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં કિસાનોને હપ્તા દ્વારા 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. રાશિને 4 મહિનાના અંતરમાં બે-બે હજાર રૂપિયા કરી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વખતે દિવાળી પહેલા 17 ઓક્ટોબરે પીએમ કિસાન સમ્માન નિધિનો 12મો હપ્તો જાહેર કરવામાં આવશે. પાત્ર કિસાનોને પીએમ મોદી ખુદ ભેટ આપશે. એક કાર્યક્રમ દરમિયાન 12માં હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.  પીએમ મોદી એક રિમોટ દબાવશે અને ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. પરંતુ આ વખતે અયોગ્ય ઠેરવવામાં આવેલા કિસાનોને તેનો લાભ મળશે નહીં. નોંધનીય છે કે માત્ર ઉત્તર પ્રદેશમાં 21 લાખ લાભાર્થી કિસાનોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનોના નામ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા
પીએમ કિસાનનો 12મો હપ્તો જેને મળવાના છે તે કિસાનોના લિસ્ટ પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે. આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવનાર કિસાનોની સંખ્યામાં ઘટાડો થવાનું નક્કી છે. હકીકતમાં યોજના હેઠળ 12માં હપ્તાના પૈસા સપ્ટેમ્બરમાં ટ્રાન્સફર થવાના હતા. પરંતુ જમીનનું વેરિફિકેશન અને ઈ-કેવાઈસીમાં વિલંબને કારણે હજુ 12મો હપ્તો ટ્રાન્સફર થયો નથી. જે કિસાનોને આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે, તેને હવે પીએમ કિસાન નિધિ યોજના હેઠળ આ મદદ મળશે નહીં. 


કિસાનોને મોકલવામાં આવી રહી છે નોટિસ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર્ડ સૌથી વધુ લાભાર્થીઓની સંખ્યા ઉત્તરપ્રદેશમાં છે પરંતુ તપાસ બાદ 21 લાખ લાભાર્થીઓને અયોગ્ય ઠેરવી દેવામાં આવ્યું નથી. એટલું જ નહીં અયોગ્ય ઠેરવવામાં આવેલા કિસાનોને નોટિસ મોકલી અત્યાર સુધી મળેલા હપ્તાની રકમ પરત માંગવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ 


મોંઘવારી કેમ વધી રહી છે, કેવી રીતે આવશે કાબુમાં, RBI સરકારને રિપોર્ટ આપશે


આ 96 હજાર કિસાનોને નહીં મળે હપ્તો
યુપીના પ્રયાગરાજ જિલ્લામાં e-KYC ન થવાને કારણે આશરે 96 હજાર લાભાર્થીઓના ખાતામાં પૈસા આવશે નહીં. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે કિસાન સન્માન નિધિનો ફાયદો આવકવેરો ભરનાર અને નોકરી કરનાર લોકો પણ લઈ રહ્યાં હતા. તેમાંથી કેટલાક જમીન વગરના હતા તો કેટલાકમાં પતિ-પત્ની બંને લાભ લઈ રહ્યાં હતા. 


મોબાઇલ નંબરથી ચેક થશે સ્ટેટસ
12માં હપ્તાના પૈસા મોકલતા પહેલા PM Kisan યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લાભાર્થી કિસાન પોર્ટલ પર જઈને આધાર નંબરથી પોતાનું સ્ટેટસ ચેલ કરી શકતા નથી. પ્રધાનમંત્રી કિસાન યોજનામાં પહેલા મોબાઇલ કે આધાર નંબરથી સ્ટેટસ જાણી શકાતું હતું. પરંતુ હવે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે માત્ર આધાર દ્વારા સ્ટેટસ ચેક કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ નવા નિયમમાં કિસાન રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ સ્ટેટસ ચેક કરી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube