નવી દિલ્હી: PM Kisan Samman Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana 9th Installment) હેઠળ ખેડૂતો 9માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં આ યોજના હેઠળ 8 હપ્તા આવી ચૂક્યા છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક મદદ કરવા માટે વાર્ષિક 2000 રૂપિયાના 3 હપ્તા તેમના ખાતામાં મોકલે છે. પરંતુ આ વખતે કેટલાક ખેડૂતોના પૈસા અટકી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ અટકી શકે છે પૈસા?
પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાસે 13 જુલાઈ 2021 સુધીમાં કુલ 12.30 કરોડ લોકોની અરજી આવી છે. પરંતુ તેમા 2.77 કરોડ ખેડૂતોની અરજીમાં ભૂલો છે. જે ખોટી છે. લગભગ 27.50 લાખ ખેડૂતોની  લેવડ દેવડ ફેલ થઈ ચૂકી છે. અને 31.63 લાખ ખેડૂતોની અરજી પહેલેથી જ રદ થઈ ચૂકી છે. 


આ ભૂલો હોઈ શકે છે
ખેડૂતો ફોર્મ ભરતી વખતે પોતાનું નામ અંગ્રેજીમાં લખે. જે ખેડૂતોના નામ અરજીમાં હિન્દીમાં છે તેઓ તેને અંગ્રેજીમાં કરી નાખે. જો અરજીમાં નામ અને બેંક ખાતામાં અરજદારનું નામ અલગ અલગ હશે તો તમારા પૈસા અટકી શકે છે. ચૂકવણી અટકાવી શકે છે. આ ઉપરાંત જો બેંકનો IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર અને ગામનું નામ લખવામાં ભૂલ થઈ તો પણ તમારા ખાતામાં હપ્તો આવશે નહીં. હાલમાં જ બેંકોના વિલયના કારણે IFSC કોડ બદલવામાં આવ્યા છે. આથી અરજદારે પોતાનો નવો IFSC કોડ અપડેટ કરવો પડશે. 


Digital Payment: શું છે E-RUPI, જેનાથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પૈસા ટ્રાન્સફર થઈ જશે, PM Modi એ કરાવી શરૂઆત


આ રીતે ભૂલો સુધારો
1. રજિસ્ટ્રેશન સમયે કરાયેલી ભૂલોને સુધારવા માટે સૌથી પહેલા તમે pmkisan.gov.in વેબસાઈટ પર જાઓ. 
2. હવે 'કિસાન કોર્નર' ના વિકલ્પ પર ક્લિક કરો. 
3. ત્યારબાદ તમને 'આધાર એડિટ'નો વિકલ્પ દેખાશે. અહીં તમે તમારા આધાર નંબરમાં સુધારો કરી શકો છો. 
4. જો તમે તમારા બેંક એકાઉન્ટમાં ભૂલ કરી હશે તો તમારે તેને સુધારવા માટે કૃષિ વિભાગના કાર્યાલય કે લેખપાલનો સંપર્ક કરવાનો રહેશે. 


Video: સલામ છે આ પોલીસ કમિશનરને...માતાપિતાની મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકનારા પુત્રને જુઓ કેવો પાઠ ભણાવ્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube