નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ નોંધાયેલા આશરે 4.74 કરોડ કિસાનોને આગામી મહિને 2,000 રૂપિયાનો બીજો હપ્તે મળશે. આ રમક સીધી કિસાનોના બેન્ક ખાતામાં જમા થશે. ગત 10 માર્ચે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગૂ થતાં પહેલા આ યોજના હેઠળ 4.74 કરોડ નાના અને સિમાંત કિસાનોની નોંધણી થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે આપી મંજૂરી
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ શનિવારે જણાવ્યું કે, આ 4.74 કરોડ કિસાનોમાંથી 2.74 કરોડ લાભાર્થીઓને પ્રથમ હપ્તે મળી ચુક્યો છે. બાકીના કિસાનોને આ મહિનાના અંત સુધીમાં પ્રથમ હપ્તે મળી જશે. અધિકારીએ જણાવ્યું કે, ભારતીય ચૂંટણી પંચે કેન્દ્રીય કૃષિ મંત્રાયલને 10 માર્ચ પહેલા રજીસ્ટ્રેશન થયેલા લાભાર્થીઓના ખાતામાં પ્રથમ અને બીજો હપ્તો જમા કરાવવાની મંજૂરી આપી છે. 


આમ કિસાનોને મળશે લાભ
કેન્દ્ર સરકારે અંતરિમ બજેટમાં 75,000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ બે હેક્ટર સુધીની જમીન ધરાવતા કિસાનોના ખાતામાં ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. બજેટમાં એનડીએ સરકારે આ યોજના હેઠળ 2 હજાર રૂપિયાનો પ્રથમ હપ્તે લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવા માટે 20,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. 


24 ફેબ્રુઆરીએ યોજનાની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઔપચારિક રૂપથી આ યોજનાની શરૂઆત કરી હતી. આ દરમિયાન 1.01 કરોડ કિસાનોના ખાતામાં 2021 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે, અમે દેશભરમાંથી 12 કરોડ કિસાનોના આંકડાની આશા રાખી રહ્યાં હતા. પરંતુ આચાર સંહિતા લાગૂ થયા સુધી માત્ર 4.74 કરોડ કિસાનોની નોંધણી થઈ શકી છે. અધિકારીએ જણાવ્યું કે, બીજા હપ્તાની ચુકવણી એક એપ્રિલથી શરૂ થશે.