નવી દિલ્હીઃ PM Kisan FPO Scheme 2023: કિસાનો માટે મોટા સમાચાર છે. જો તમે પણ કિસાન છો તો હવે તમને કેન્દ્ર સરકાર (Central Government) તરફથી 18 લાખ રૂપિયા મળશે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. દેશભરમાં કરોડો કિસાન પીએમ કિસાન યોજનાનો ફાયદો લઈ રહ્યાં છે. જે હેઠળ વાર્ષિક કિસાનોના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે. હવે કિસાનોને લાખોનો ફાયદો મળવાનો છે. આવો તમને જણાવીએ કે સરકાર કઈ સ્કીમ હેઠળ 18 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યા કિસાનોને મળશે આ પૈસા
પીએમ કિસાન એફપીઓ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને ખેતી અને તેની સાથે જોડાયેલ વેપાર શરૂ કરવા માટે 18 લાખ રૂપિયાની આર્થિક સહાય આપે છે. પરંતુ તે માટે કિસાનોએ એવા સંગઠન સાથે જોડાવું પડશે, જેમાં ઓછામાં ઓછા 11 કિસાન હોવા જરૂરી છે. આ સાથે કિસાનોને સરકાર સસ્તા ભાવે ખાતર, બિયારણ, કેમિકલ અને કૃષિ યંત્ર જેવા જરૂરી સામાન ખરીદવામાં પણ મદદ કરે છે. 


આ પણ વાંચોઃ Indian Railways: મહિલાઓ ટ્રેનમાં ટિકિટ વગર કરી શકશે મુસાફરી, જાણો રેલ્વેના નિયમ


કિસાનોની આવકમાં થશે વધારો
કિસાન આ યોજના હેઠળ બેન્કોમાંથી સસ્તા દરે લોનનો ફાયદો લઈ શકે છે. કિસાનોની આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે પીએમ કિસાન એફપીઓ (PM Kisan FPO Yojana)યોજના શરૂ કરી છે. યોજના હેઠળ કિસાન પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનને 18 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરમાં કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે નાણાકીય સહાયતા આપવામાં આવશે. આ સ્કીમનો ફાયદો લેવા માટે 11 કિસાનોએ મળીને એક ઓર્ગેનાઇઝેશન બનાવવું પડશે. તેનાથી કિસાનોને ખેતી સાથે જોડાયેલ સામાન ખરીદવામાં પણ સરળતા રહેશે. 


કઈ રીતે કરશો અરજી
- સૌથી પહેલા તમારે રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- હોમ પેજ પર આપવામાં આવેલ એફપીઓ ઓપ્શન પર ક્લિક કરો.
- ફોર્મમાં માંગવામાં આવેલી દરેક જાણકારીઓ સાવધાની પૂર્વક ભરો.
- ત્યારબાદ પાસબુક કે કેન્સલ ચેક કે આઈડીને સ્કેન કરી અપલોડ કરવું પડશે.
- અંતમાં સબ્મિટ વિકલ્પ પર ક્લિક કરો.


આ પણ વાંચોઃ સોનું જબરદસ્ત ઉછળ્યું, ચાંદીમાં પણ તેજી, લેવાનું વિચારતા હોવ તો જાણો લેટેસ્ટ રેટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube