PM Kisan FPO Yojana: જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યાં છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. હકીકતમાં કેન્દ્ર સરકાર (Central Government) કિસાનો પર મહેરબાન છે. કિસાનોની આવક વધારવા અને દેવાને ઉતારવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. હવે સરકાર કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા ઉપલબ્ધ કરાવી રહી છે. આવો જાણીએ તમે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનોને મળશે 15 લાખ
કિસાનોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ (PM Kisan FPO Yojana) સ્કીમની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દેશભરના કિસાનોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા  માટે નાણાકીય સહાયતા આપશે. આ સ્કીમનો લાભ લેવા માટે 11 કિસાનોએ મળીને એક ઓર્ગેનાઇઝેશન કે કંપની બનાવવી પડશે. તેનાથી કૃષિ સંબંધિત ઉપકરણ કે ફર્ટિલાઇઝર્સ, વીજ કે દવાઓ ખરીદવામાં પણ ખુબ સરળતા રહેશે. 


આ રીતે કરો અરજી
- સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
- હવે તમારી સામે એક હોમ પેજ ખુલશે.
- હવે હોમ પેજ પર એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો.
-  હવે તમે રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
- હવે ફોર્મમાં માંગવામાં આવેલી જાણકારી ભરો.
- ત્યારબાદ તમે પાસબુક કે પછી કેન્સલ ચેક તથા આઈડી પ્રૂઉને સ્કેન કરી અપલોડ કરો.
- હવે તમે સબ્મિટના વિકલ્પ પર ક્લિક કરો.


આ પણ વાંચોઃ માત્ર 299 રૂપિયામાં મેળવો 10 લાખની સુરક્ષા, અહીં જાણો પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ


આ રીતે કરો લોગ ઇન
- જો તમારો લોગિન કરવું છે તો સૌથી પહેલા રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઇટ ખોલો.
- હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
- ત્યારબાદ તમે એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ લોગઇનના વિકલ્પ પર ક્લિક કરો
- હવે એક લોગઇન ફોર્મ ખુલશે. 
- તેમાં તમારૂ  યૂઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોર્ડ દાખલ કરો.
- આ સાથે તમારૂ લોગ ઇન થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube