નવી દિલ્હી: PM Kisan Scheme: પીએમ કિસાન યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ હવે ખેડૂતો 11માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આ યોજના હેઠલ 10 હપ્તા જમા થઈ ચૂક્યા છે. પીએમ કિસાન યોજના 2021 માં કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો હતો, જેને લઇને હવે 11માં હપ્તા માટે ખેડૂતોએ e-KYC પૂર્ણ કરવાનું રહેશે. એટલે કે હવે 11માં હપ્તા માટે ખેડૂતોને નવા નિયમ સાથે અરજી કરવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ કિસાન યોજનાના લાભાર્થિયોને આગામી હપ્તો એટલે કે 11માં હપ્તાના પૈસા તમને ત્યારે જ મળશે જ્યારે તમે e-KYC પૂર્ણ કરશો. તમને જણાવી દઈએ કે, e-KYC વગર તમારો હપ્તો અટકાઈ જશે. ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 11માં હપ્તાની જાહેરાત કરવામાં આવશે. પીએમ કિસાન પોર્ટ પર જણાવવામાં આવ્યું છે કે, આધાર આધારે OTP સર્ટિફિકેશન માટે ખેડૂતોને Kisan Corner માં e-KYC વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. બાયોમેટ્રિક સર્ટિફિકેશન માટે નજીકના CSC સેન્ટર પર જવાનું રહેશે. આ કામ ઘરે બેસીને તમારા મોબાઈલ, કોમ્પ્યુટર અથવા લેપટોપ પરથી પણ કરી શકો છો.


જાણો તેની પ્રોસેસ
1. આધાર આધારિક ઓટીપી સર્ટિફિકેશન માટે કિસાન કોર્નરમાં e-KYC વિકલ્પ પર ક્લિક કરો.
2. બાયોમેટ્રિક સર્ટિફિકેશન માટે નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરો.
3. તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી તેને પૂર્ણ કરી શકો છો.
4. આ માટે સૌથી પહેલા તમારે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જવાનું રહશે.
5. જમણા હાથ પર તમને એક ટેબ જોવા મળશે. જેના પર e-KYC લખ્યું હશે. તેના પર ક્લિક કરો.


આ ઉપરાંત, તમે તમારા હપ્તાનું સ્ટેટસ સરળતાથી ચેર કરી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂરિયાત નથી.


આ રીતે ચેક કરો લિસ્ટમાં તમારું નામ
1. આ માટે સૌથી પહેલા તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર ક્લિક કરો.
2. હવે તેના હોમપેજ પર તમને Farmers Corner નું ઓપ્શન મળશે.
3. Farmers Corner સેક્શનની અંદર Beneficiaries List ના ઓપ્શન પર ક્લિક કરો.
4. હવે તમે ડ્રોપ ડાઉન લિસ્ટમાં રાજ્ય, જિલ્લો, ઉપ જિલ્લો, બ્લોક અને ગામને સિલેક્ટ કરો.
5. ત્યારબાદ તમે 'Get Report' પર ક્લિક કરો.
6. ત્યારબાદ લાભાર્થિયોનું સંપૂર્ણ લિસ્ટ સામે આવી જશે, જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.


તમારા હપ્તાનું સ્ટેટસ ચેક કરો
1. તમારા હપ્તાનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌથી પહેલા પીએમ કિસાનની વેબસાઈટ પર જવું પડશે.
2. હવે જમણી બાજુએ ફાર્મર્સ કોર્નરના ઓપ્શન પર ક્લિક કરો.
3. ત્યારબાદ તમારે બેનિફિશિયર સ્ટેટસ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
4. ત્યારબાદ તમારી સામે નવું પેજ ખુલશે.
5. ત્યાં તમારો આધાર કાર્ડ નબંર, મોબાઈલ નંબર નાખો.
6. ત્યારબાદ તમને તમારા સ્ટેટસની સંપૂર્ણ જાણકારી મળી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube