PM Kisan Yojana: દેશમાં ખેડૂતોના ફાયદા માટે સરકાર તરફથી ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. સરકાર ખેડૂતોના હિતમાં ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સરકર તરફથી આર્થિક સહાયતા પણ પુરી પાડવામાં આવી રહી છે. તેમાંથી એક યોજના પીએમ કિસાન પણ છે. આ યોજના હેઠળ વાર્ષિક કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 6 હજાર રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા ખેડૂતોને દર ચાર મહિને 2 હજાર રૂપિયાના સમાન હપ્તા મુજબ મળે છે. તો બીજી તરફ દેશના કરોડો ખેડૂતોને એક કામ જલદી જ પતાવવાનું રહેશે, નહીતર તે 2 હજાર રૂપિયાની રકમ લેવાથી વંચિત રહી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટકી શકે છે 2 હજાર રૂપિયા
કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સમ્માન નિધિ (PM Kisan) દેશના ખેડૂતો માટે ચલાવવામાં આવતી એક યોજના છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા દર ચાર મહિનામાં ખેડૂતોને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે. દર ચાર મહિનાના અંતરાળે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને સરકાર દ્વારા 2000 રૂપિયા આપવામાં આવે છે. તો બીજી તરફ જો ખેડૂતો દ્વારા એક કામ કરવામાં નહી આવે તો આ 2 હજાર રૂપિયા અટકી શકે છે.  

કારનું AC બનાવી દેશે શિમલા-મનાલી જેવો ચિલ્ડ માહોલ! ફોલો કરો આ ટિપ્સ


કરવું પડશે આ કામ
જોકે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 31 જુલાઇ 2022 સુધી કેવાઇસી કરાવવું પડશે. આ કામ કરાવવામાં હવે ફક્ત 15 દિવસનો સમય બાકી રહ્યો છે. જો યોજના હેઠળ પાત્ર ખેડૂત કેવાઇસી કરાવતા નથી તો તેમને પીએમ ખેડૂતના બે હજાર રૂપિયા નહી મળે. સરકાર દ્વારા કૌભાંડ રોકવા માટે કેવાઇસીની પ્રક્રિયા કરાવવામાં આવી રહી છે. તો બીજી તરફ 31 જુલાઇ 2022 સુધી કેવાઇસી કરવામાં આવેલ પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો 2000 રૂપિયા મળશે. 


આ રીતે કરો ઓનલાઇન  eKYC
- ઇ-કેવાઇસી માટે ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in/  પર જાવ.
- e-kyc ના ઓપ્શન પર ક્લિક કરો. 
- આધાર નંબર નાખો. 
- ઇમેજ કોડ એન્ટર કરો. 
- હવે મોબાઇલ નંબર એન્ટર કરો અને ઓટીપી દાખલ કરો.
- ત્યારબાદ જો ડિટેલ્સ સાચી હશે તો ઇકેવાસીની પ્રોસેસ પુરી થઇ જશે. 
- તો પ્રોસેસ વ્યવસ્થિત ન થઇ તો ઇનવેલિડ ગણવામાં આવશે. તેને આધાર સેવા કેન્દ્ર પર જઇને ઠીક કરાવવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube