નવી દિલ્હી: ટાટા ગ્રુપ વહેલી તકે જેટ એરવેઝને ખરીદવાની જાહેરાત કરી શકે છે. ટાટા સન્સની આજે મહત્વ પૂર્ણ બોર્ડની બેઠક યોજાઇ છે. જેથી બોર્ડની બેઠકમાં જેટ એરવેઝને ખરીદવા અંગેનો નિર્ણય થઇ શકે છે. જ્યારે, હજી સુધી અધિકારીક રીતે જાહેરાત કરવામાં નથી આવી, સૂત્રોનુ માનીએ તો આ ડીલનું એલાન વહેલી તકે કરી દેવામાં આવશે. પરંતુ સવાલ એ ઉભો થાય છે, કે ટાટા ગ્રુપ આવી રીતે અચાનક ડૂબી રહેલા જેટ એરવેઝને ખરીદવાનો નિર્ણય કર્યો, સૂત્રોનું એવું પણ કહેવું છે, કે આ તમામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા પર થઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમના કહેવાથી તૈયાર થયું ટાટા ગ્રુપ 
ટાટા ગ્રુપ સાથે જોડાયેલા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી મોદીએ ટાટા ગ્રુપને જેટ એરવેજની હાલત સુધારવા અંગે કહ્યું હતું. મોદી સરકાર સરકાર જાતે જેટ એરવેઝની ડૂબતી સ્થિતિ પર નજર રાખી રહી હતી, ખરેખર સરકાર જાતે જ એવીએશન સેક્ટરમાં થઇ રહેલી ઉથલપાથલથી ચિંતિત છે. આ માટે ટાટા ગ્રુપને જેટ એરવેઝની મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સૂત્રોનું માનીએ તો મદદ માટે ટાટા ગ્રુપને સરકાર તરફથી અનેક ફાયદાઓ કરવામાં આવી શકે છે, 


ટાટા ગ્રુપને પણ થશે ફાયદો 
સૂત્રો દ્વારા મળી રહેલા માહિતી અનુસાર જેટ એરવેઝને આપેલા લોન પર થોડી રાહત ટાટા ગ્રુપને મળી શકે છે. એટલુ જ નહિ એરપોર્ટ્સ એથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) પણ જેટ એરવેઝ પર તેની દેવાદારી માફ કરી શકે છે. જેથી એક ડૂબી રહેલી એરલાઇન્સને બચાવા માટે આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે.


વધુ વાંચો...લગ્ન બાદ આ બંગલામાં રહેશે ઇશા અંબાણી, સુવિધાઓ જાણી થઇ જશો હેરાન


આ માટે ડરી રહી છે સરકાર?
સૂત્રો અનુસાર મોદી સરકાર જેટ એરવેઝના મામલે સરકાર મેનેજમેન્ટ અને ઇન્ડિયન એવિએશનની શાખાને જોડી રહી છે. જ્યારે દિગ્ગજ એરલાઇન્સ જેટ એરવેઝ ડૂબતી હોય તો આ સરકાર અને ગ્લોબલ સ્તર પર ઇન્ડિયન એવિએશન માટે સારા સંકેત નથી. સરકારને બીક છે, કે નરેશ ગોયલની એરલાઇન્સજો પડી ભાંગે તો તેની સીધી અસર સ્ટોક માર્કેટ સહિત અન્ય એરલાઇન્સ કંપનીઓને પડી શકે છે. માટે જ સરકાર જેટ એરવેઝ કંપનીને બચાવામાં રસ દાખવી રહી છે. 
(રિપોર્ટ- સમીર દિક્ષિત)