અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન કર્યુ છે. તેમણે પોતાના સંબોધનમાં જાવ્યું છે કે રેટિંગ એજન્સી મુડીઝે ભારત પરનો વિશ્વાસ મજબૂત બનાવ્યો છે. ભારતે બિઝનેસની દૃષ્ટિએ સ્થાન વધારે મજબૂત બનાવ્યું છે. જે લોકો ભારત આવે છે એ એની હવામાં બદલાવ અનુભવે છે. ભારતમાં બિઝનેસનો સતત વિકાસ થઈ રહ્યો છે. 


ભાષણ સાંભળવા કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદીના ભાષણના મહત્વના મુદ્દાઓ


  • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સાચા અર્થમાં ગ્લોબલ બની છે

  • વાયબ્રન્ટ ગુજરાત થી વિશ્વાસ વધ્યો છે

  • 15 પાર્ટનર કન્ટ્રી નો આભાર માન્યો

  • સાથે ભાગ લેવા આવેલા રાજ્યને મહત્વપૂર્ણ ગણાવ્યા

  • રીફોર્મ પર્ફોર્મ ટ્રાંસફૌર્મ અને ફર્ધર પર્ફોર્મ અમારી સરકારનો મંત્ર છે

  • GSTના ટેક્ષનું સરળીકરણ કરવામાં આવ્યું

  • પોતાની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને આર્થિક સધ્ધરતા માટે મહત્વના ગણાવ્યા

  • ભારત સાથે વ્યવસાય કરો તે એક મોટી તક ગણાવી

  • સરકારના આ પગલાં માત્ર આર્થિક જ નહીં, પણ દેશના લોકોની જીંદગી સારી થાય તે માટે ભર્યા

  • ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે

  • ભારતમાં ગત 4 વર્ષમાં ફેરફાર થયો. પારદર્શિતાનો આગ્રહ. અર્થ વ્યવસ્થામાં ફેરફાર માટે રિફોર્મ કર્યા

  • ભારતમાં હવે બિઝનેસ કરવો સરળ બન્યો જે પહેલાં ન હતો

  • આ ઓફ ડૂઈંગમાં સુધારો થયો છે પરંતુ આગામી વર્ષે અમે ટોપ 50માં સામેલ થશે

  • FDI માં 90% મંજૂરી ઓટોમેટિક આપવામાં આવી

  • મધ્યમ વર્ગની ખરીદ શક્તિ વધી

  • IBC થી બિઝનેસ એક્ઝિટ પણ સરળ. પ્રક્રિયા ખૂબ આસન

  • ભારત દુનિયામાં પાંચમો ટો રિન્યૂબલ એનર્જી ઉત્પાદક દેશ

  • 1991 પછી અમારા કાર્યકાળમાં GDP ગ્રોથ વધુ અને ઇન્ફેશન રેશિયો ઓછો થયો

  • 1991 થી ભારતમાં આવેલી સરકાર માં મારી જ  સરકાર સરેરાશ 7.3 જીડીપી મેળવ્યો છે

  • કારોબાર ડીજિટલથી સરળ અને ઝડપથી કરવા પગલા લીધા

  • FDI માટે 90% મંજૂરી ઓનલાઇન કરી દીધી છે

  • ગ્લોબલ ટ્રેડ શોમાં પણ ભાગ લેવા માટે આગ્રહ કરું છું

  • ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટથી કંપનીઓને ભરોસો મળ્યો

  • ભારત કારોબાર માટે પહેલાં કરતાં વધુ તૈયાર છે

  • રેટિંગ એજન્સી મૂડીઝે ભારત પર તેનો વિશ્વાસ વધાર્યો

  • ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 'અમારી સરકારના કાર્યકાળ દરમિયાન સરેરાશ GDP વૃદ્ધિ દર 7.3 ટકા રહી, જે વર્ષ 1991 બાદ કોઇપણ સરકારથી વધુ છે. આ ઉપરાંત ફુગાવાનો સરેરાશ દર 1991 પછી કોઇપણ સરકારથી ઓછો છે. 

  • પીએમ મોદીએ કહ્યું કે અમે ડિજિટલ પ્રક્રિયાથી અને કોઇપણ હસ્તક્ષેપના ડૂઈંગ બિઝનેસને વધુ તેજ બનાવ્યો છે. 

  • પીએમ મોદીએ કહ્યું કે ગત 4 વર્ષોમાં અમે વર્લ્ડ બેંકની ડૂઈંગ બિઝનેસના રિપોર્ટના ગ્લોબલ રેકિંગમાં 65 સ્થાનેથી છલાંગ લગાવી છે, પરંતુ અમને હજુપણ સંતોષ નથી. હું મારી ટીમને અને વધુ મહેનત કરવા માટે કહ્યું છું જેથી ભારત આગામી વર્ષે ટોપ 50 માં રહે. 

  • પીએમ મોદીએ કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ ઈવેન્ટ બની ગઇ છે. તો બીજી તરફ ભારત દુનિયાની સૌથી ઝડપથી વધનાર અર્થવ્યવસ્થા છે. 

  • વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનમાં લોકોને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે હું વાઇબ્રન્ટ ગુજરતના 15 ભાગીદાર દેશોનું સ્વાગત કરું છું. ગુજરાત આખા ભારતમાં સૌથી સારી બિઝનેસ ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. વાઇબ્રન્ટ ગુજરાતના ઉદ્યમીઓને આત્મવિશ્વાસને વધારે છે.