નવી દિલ્હી : કેન્દ્રિય કર્મચારીઓ લાંબા સમયથી સાતમું પગાર પંચ લાગુ થવાની રાહ જોઈ રહ્યા છે પણ હવે આતુરતાનો અંત આવી ગયો છે. હવે 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓની આશા પુરી થવાની છે. આશા છે કે તેમને સાતમા પગાર પંચ અંતર્ગત વધેલા પગાર અને ફિટમેન્ટ પગારનો ફાયદો મળશે. વડાપ્રધાન મોદી આ મામલે 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાથી કેન્દ્રિય કર્મીઓ માટે મોટું એલાન કરી શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આગામી ચૂંટણીને જોઈને કર્મચારીઓને ખુશ કરવા માટે સાતમા પગાર પંચની ભલામણ લાગુ કરી દેશે. જોકે હજી સુધી આ વાત સ્પષ્ટ નથી થઈ કે કર્મચારીઓની માગણી પ્રમાણે પગાર વધારાયો છે કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર કર્મચારીઓને ખુશ કરવા માટે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર પગાર વધારાની જાહેરાત કરી શકે છે. હકીકતમાં આવતા વર્ષે ચૂંટણી છે ત્યારે સરકાર કેન્દ્રિય કર્મચારીઓને ખુશ કરવા ઇચ્છે છે. જોકે, કેન્દ્ર સરકાર પહેલાં જ સ્પષ્ટતા કરી ચૂકી છે પગાર પંચની ભલામણ પ્રમાણે જ પગારનો વધારો કરવામાં આવશે. કેન્દ્રિય કર્મચારી સતત 18000ની સરખામણીમાં 26000 રૂ. સુધી પગાર વધારાની માગણી કરી રહ્યા છે. આ સિવાય ફિટમેન્ટ ફેક્ટરમાં પણ વધારાની માગણી કરવામાં આવી રહી છે. પગાર પંચે કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં 14.27 ટકાના વધારાના ભલામણ કરી છે જેમાં લઘુતમ પગાર 7000 રૂ.થી વધારીને 18000 રૂ. કરવાની ભલામણ હતી. આ સાથે જ ભલામણ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર પણ 3.68 ગણું હોવું જોઈએ. 


સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદી 15 ઓગસ્ટે કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરી શખે છે. આ સિવાય વડાપ્રધાન કર્મચારીઓની નિવૃત્તિ વય 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરી શકે છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં રાજ્યકક્ષાના નાણા મંત્રી પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે હાલમાં કેન્દ્રિય કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણ કરતા વધારે પગાર આપવાની સરકારની કોઈ યોજના નથી. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...