વૈશ્વિક ક્ષેત્રે ભારતનો ડંકો: વર્લ્ડ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમે ફોન કરી PMને શુભકામના પાઠવી
વર્લ્ડબેંકના અધ્યક્ષે વડાપ્રધાન મોદીને શુક્રવારે 2 નવેમ્બરે ફોન કર્યો અને ઇઝ ઓફ ડૂઇંગ મુદ્દે ભારતના સુધારા અંગે ખુશી વ્યક્ત કરી હતી
નવી દિલ્હી : વ્યાપાર કરવાની દ્રષ્ટીએ વિશ્વમાં ભારતની રૈંકિંગ સતત સુધરી રહી છે. ઇઝ ઓફ ડૂઇંગ મુદ્દે બારતે 23 પોઇન્ટનો ઉછાળો નોંધ્યો છે. વર્લ્ડ બેંકે આ ક્ષેત્રમાં ભારતના ડંકો સાંભળ્યો છે. વર્લ્ડબેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને આ સફળતા અંગે શુભકામના આપી છે. તેમણે વડાપ્રધાન મોદીને શુક્રવારે 2 નવેમ્બરે ફોન કર્યો અને ઇઝ ઓફ ડુઇંગ મુદ્દે ભારતના આ રેંકિંગ અંગે ખુશી વ્યક્ત કરી છે.
જિમ યોંગ કિમે કહ્યું કે, ભારત જેવા દેશ માટે આ ખુબ જ સરાહનીય છે. 1.25 અબજની વસ્તીવાળા દેશે 4 વર્ષની અંદર 65 રેંકનો સુધારો ઉલ્લેખનીય બાબત છે. તેમણે વડાપ્રધાન મોદીને પણ શુભકામનાઓ આપતા તેમના વખાણ કર્યા હતા.તેમની નીતિના વખાણ કર્યા હતા.
અગાઉ વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં વેપારીઓની સુમગતા રેંકિંગમાં 23 પોઇન્ટના ઉછાળા અંગે કહ્યું કે તેમની સરકારે ચાર વર્ષમાં જે પ્રાપ્ત કર્યું તેની ઘણી બધી લોકોને કલ્પના પણ નહી હોય. આ દરમિયાન ભારતે જે પ્રાપ્ત કર્યું તે વિશ્વનાં કોઇ પણ દેશ પ્રાપ્ત કરી શકે તેમ નથી. વેપારી સુગમતા રૈંકિંગમાં ભારત 2014માં 142 પોઇન્ટના છલાંગ લગાવીને 77મા સ્થાન પર પહોંચી ગયું છે.
વડાપ્રધાને કહ્યું કે, વર્લ્ડ બેંકની વ્યાપારિક સુગમતા સૂચકાંકમાં ટોપ-50માં ભારતને સ્થાન મળવું હવે વધારે દુર નથી. તેમણે કહ્યું કે, નિયમ અને પ્રક્રિયાઓમાં સુધારાને નાના અને લઘુ ઉદ્યોગોને આગળ વધવામાં મદદ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝ ઓફ ડુઇંગ મુદ્દે સરકાર ખુબ જ સીરિયસ છે.