નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી  (Lok Sabha Election Result 2019)માં એનડીએની શાનદાર જીત આ વાતનો સંકેત છે કે વૃહદ આર્થિક નીતિ આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. બ્રોકરેજ અને અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે નવી સરકારની સમક્ષ મુખ્ય પડકારો આર્થિક સુધારો ચાલુ રાખવાની હશે. આઇએચએસ માર્કિટે ચૂંટણીના પરિણામો પર એક નોટમાં કહ્યું કે રાજ્યસભામાં હજુ ભાજપની પાસે બહુમત નથી. એવામાં પાર્ટી માટે સુધારા એજન્ડાને આગળ વધારવામાં અડચણ આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ રહ્યો આજનો ભાવ


ભાજપ સરકાર માટે આર્થિક પરિદ્વશ્ય સકારાત્મક
પડકારો છતાં મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર માટે આર્થિક પરિદ્વશ્ય સકારાત્મક છે. વર્ષ 2019-23 દરમિયાન જીડીપીની વાર્ષિક વૃદ્ધિ દર સરેરાશ સાત ટકા રહેવાની આશા છે. નોટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2019માં ભારત દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવાનું અનુમાન છે અને જીડીપીનો આકાર 3,000 અરબ ડોલરને પાર પાડશે. તેનાથી ભારત બ્રિટને પાછળ છોડી દેશે. 2025 સુધી ભારતનો જીડીપી જાપાનને પાછળ છોડી દેશે અને તેનાથી ભારત એશિયા પ્રશાંતની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

ઉદ્યોગ જગતે મોદી સરકારના કર્યા વખાણ, આ વખતે ઇકોનોમીમાં સાહસિક સુધારાની આશા


રફતારને રોકનાર પડકારોનો સામનો કરવો પડશે
ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના મુખ્ય અર્થશાસ્ત્રી અરૂણ સિંહે કહ્યું કે નવી સરકારને હાલની વૃદ્ધિની રફતારને રોકનાર પડકારનો સામનો કરવો પડશે. ગોલ્ડમેન સાક્સે કહ્યું કે અમને આશા છે કે નવી સરકાર ચાર ક્ષેત્રોમાં માળખાકીય સુધારાઓ પર ધ્યાન આપશે. તેમાં કૃષિ અને બેકિંગ જેવા ક્ષેત્રોમાં સુધાર, ભૂમિની પારદર્શી હરાજી, રેકોર્ડનું ડિજિટલીકરણ, ખાનગીકરણ, શ્રમ ક્ષેત્રમાં નિયમનકારી માળખું તૈયાર કરવા અને નિર્યાતના સંવદ્ધન સામેલ છે. 

જાણો મોદી સરકારમાં કોણ બનશે નાણામંત્રી, કઇ ભૂમિકામાં રહેશે અમિત શાહ


યસ બેંકની મુખ્ય અર્થશાસ્ત્રી શુભદા રાવે કહ્યું કે સરકારને આ રાજકારણનો અવસરનો લાભ ઉઠાવવા માટે સાર્વજનિક ક્ષેત્રને બેંકોમાં ઝડપથી ખાનગીકરણ અને સુધારાને આગળ વધારવો જોઇએ. તેનાથી ના ફક્ત નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે પરંતુ સરકારી બેંકોની દક્ષતા પણ વધારવામાં આવશે. રાવે કહ્યું કે આ ઉપરાંત જીએસટીનો વિસ્તાર કરતાં તેના દાયરામાં રીયલ એસ્ટેટ, ઇંધણ ઉત્પાદ, તંબાકૂ અને દારૂ ઉત્પાદકોને લાવવા જોઇએ.