અમદાવાદ: આજે સવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ આગમન કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી પોતાના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યાં તેમણે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્રેડ શોથી અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 750 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચને દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. સામાન્ય લોકોને અત્યાધુનિક સુવિધાઓથી અને સારા તબીબો દ્વારા સારવાર મળી રહે તે માટે એએમસી દ્વારા ડિઝિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રથમ પેપરલેસ હોસ્પિટલનું નિર્ણાણ કરવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમઓયૂના 45 દિવસમાં 1 લાખ કરોડના પ્રોજેક્ટનો થશે શુભારંભ, જનતાને મળશે આ સેવાઓનો લાભ


રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, નરેન્દ્રભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે જ્યારે વડાપ્રધાન છે ત્યારે પણ ગુજરાતને ઘણો ફાયદો થઇ રહ્યો છે.


વડાપ્રધાન નરેંદ્ર મોદીએ હોસ્પિટલના અલગ વિભાગોની માહિતી પ્રાપ્ત કરી હતી. હોસ્પિટલની મશીનરી પ્રાપ્ત કરી હતી. એસવીપી હોસ્પિટલના ઉદઘાટન સમયે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દર્દીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. દર્દીઓને સુપર સ્પેશ્યાલિટી સેવાઓ મળશે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે મોદીજીએ આ સ્વપ્ન સેવ્યું હતું અને આજે વડાપ્રધાન તરીકે તેમણે લોકાપર્ણ કર્યું છે. 

વાયબ્રન્ટ ગુજરાત 2019: દેશના સૌથી મોટા ટ્રેડ-શોનું PM નરેન્દ્ર મોદીએ કર્યું ઉદઘાટન


ત્યારબાદ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર આડકતરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અનેક વર્ષો સુધી ગુજરાતના લોકો કેન્દ્રમાં સત્તાના સિંહાસને હોવા છતાં ગુજરાતને એઇમ્સ મળી ન હતી. 

સુરતમાં તૈયાર થયેલી 'K9 વજ્ર ટેંક' સામે ફીક્કી પડે છે બોફોર્સ ટેંક, જાણો ખાસિયતો

પીએમ નરેંદ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં ગુજરાતીઓને કેમ છો? કહીને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવા વર્ષમાં આ પ્રથમ પ્રવાસ છે. સાથે જ બધાને શુભેચ્છાઓ પાઠવી હતી. નરેંદ્ર મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ સુશાસનની સાથે સ્વચ્છતા અને જન આરોગ્ય માટે પણ સક્રિય હતા. જે શહેરથી સરદાર પટેલે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, તે શહેરમાં આવી હોસ્પિટલને જો ને સરદાર સાહેબની આત્માને શાંતિ મળશે. ગુજરાતને આજે એક મોટી ભેટ મળી છે. આજે મને અત્યાધુનિક હોસ્પિટલ સોંપવાનું ભાગ્ય મળ્યું છે. 2011-12માં આ હોસ્પિટલ અંગેનો વિચાર ચાલતો હતો ત્યારે અનેક ખોટી વાતો ચાલતી હતી. અગાઉ લોકો સરકારી હોસ્પિટલમાં જતા ડરતા હતા, આજે આ હોસ્પિટલમાં સારવાર લેવો એ એક લ્હાવો બનશે. 


પ્રાઇવેટ હોસ્પિટલમાં સુખી સંપન્ન લોકો સારવાર મેળવી શકતા હતા. આજે આ હોસ્પિટલમાં ગુજરાત સહિત દેશ વિદેશના લોકોને પણ સ્વાસ્થ્ય સેવાનો લાભ મળશે. આ હોસ્પિટલ ગુજરાતના હેલ્થ સેક્ટરને મજબૂત બનાવશે. હોસ્પિટલમાં વિશ્વકક્ષાની તમામ સુવિધા 


આ હોસ્પિટલમાં આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા હેઠળ સેવા મળશે
ગરીબો મફતમાં સારી સુવિધા મળશે. 
આયુષ્માન યોજના હેઠળ આ હોસ્પિટલમાં મફતમાં સેવા મળશે. 
ગંભીર બિમારીમાં ગરીબો સાથે સરકાર હોવાનો વિશ્વાસ ઉભો થયો છે.
રૂપિયો નહી હોય તો પણ તે સ્વસ્થ્ય થશે એવો વિશ્વાસ પેદા થયો છે.
દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઓછા ખર્ચે સ્વાસ્થ્ય સેવા મળે તે માટે જેનરીક દવાઓ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 
આ દવાઓ માર્કેટ રેટ કરતાં 50 ટકા સસ્તી છે. 
10 ટકા આર્થિક અનામત બિલ સૌ પ્રથમ અમલમાં લાવવા બદલ હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું
10 ટકા આર્થિક અનામતની વ્યવસ્થા અન્ય કોઈપણ અનામતને હાથ લગાવ્યા વગર લાગૂ કરાઈ છે
આ વર્ષથી જ અનામતનો લાભ મળશે
40 હજાર કોલેજોમાં અનામત લાગૂ થઇ જશે
દેશનો કોઇપણ વર્ગ વિકાસથી ન છૂટે તેવું સરકારનું કામ છે


વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનો માટે લક્ઝુરીયસ ગાડીઓનો કાફલો, અધધધ... છે 1 દિવસનું ભાડું

SVP હોસ્પિટલની વિશેષતાઓ
સરદાર પટેલ હોસ્પિટલ રૂ.750 કરોડના ખર્ચે તૈયાર થયેલી દેશની સૌથી અદ્યતન પબ્લિક હોસ્પિટલ બની રહેશે
આ હોસ્પિટલમાં નજીવા દરે સારામાં સારી સેવા આપવામાં આવશે
ઓટો રેસ્ક્યુ ડીવાઇસ સાથેની 20 હાઇ સ્પિડ પેશન્ટ લીફ્ટ 
ફાયર ઇવેક્યુએશન માટે ગ્રાઉન્ડ ફ્લોરથી 18માં માળ સુધીના 2 રેમ્પ અને કુલ આઠ સીડીઓ 
32 ઓપરેશન થિયેટર્સ સાથે હાઇ ડેફીનેશન ટુ પે ઓડિયો વિઝ્યુઅલ સુવિધાથી જોડાયેલા 300 બેઠકોની ક્ષમતા  વાળુ હાઇટેક ઓડિટોરિયમ
1400 કિ.મી.ના વાયરોનો થયો વપરાશ
6000 જેટલા નેટવર્ક પોઇન્ટ 
600 જેટલા સીસીટીવી કેમેરા 
2000 ટન ક્ષમતાનો એસી પ્લાન્ટનો કરાયો ઉપયોગ 
દેશના સૌથી અદ્યતન તબીબી સાધનોથી સજ્જ હોસ્પિટલ
3 ટેસ્લા MRI મશીન, 128 સ્લાઈસ સિટી સ્કેન મશીન ની સુવિધા
પ્રોફેશનલ ઢબે સિક્યોરિટી વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ વિગતો પેપરલેસ પદ્ધતિથી કરવામાં આવશે.
રૂ.8 કરોડના ખર્ચે ડેટા સેન્ટર તૈયાર કરાયું
લોકાર્પણ થયાના બીજા જ દિવસ થી હોસ્પિટલ કાર્યરત થઈ જશે