નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રોકાણકારોની રાઉન્ડ ટેબલ મીટિંગ (VGIR Summit 2020)નીઅધ્યક્ષતા કરશે.  આજે સાંજે 6 વાગે વીડિયો કોન્ફસિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં અમેરિકા, યૂરોપ, કેનેડા જેવા દેશોના ટોપ 20 રોકાણકારો અને કંપનીઓના પ્રમુખો ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અનુસાર આ બેઠકનું આયોજન નાણા મંત્રાલય અને રાષ્ટ્રીય રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) કરી રહી છે. બેઠકમાં ભારતના જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન ભાગ લેશે. 

ટ્રમ્પ જીતે કે બાઇડેન, સોનું આંબશે નવી ઉંચાઇ, આગામી દિવાળી સુધી ભાવ પહોંચશે 60,000ને પાર


મુકેશ અંબાણી, રતન ટાટા જેવા બિઝનેસ લેશે ભાગ
આર્થિક મામલાના સચિવ તરૂણ બજાજે જણાવ્યું કે આ મીટિંગમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણી, એચડીફના દીપક પારેખ, સન ફાર્માના દિલીપ સાંઘવી, ઇંફોસિસના નંદન નિકેકણિ, ટાટા ગ્રુપ (Tata Group)ના રતન ટાટા અને ઉદય કોતક જેવા દિગ્ગજ ઉદ્યોગપતિ સામેલ થશે અને પોતાનો અનુભવ શેર કરશે. 


આ દરમિયાન ભારતના આર્થિક અને રોકાણ પરિદ્રશ્ય, સ્ટ્રક્ચરલ રિફોર્મ અને સરકારના 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીના વિજય પર ચર્ચા થશે. આ બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, ભારતીય રિઝરર્વ બેંક  (RBI)ના ગર્વનર શક્તિકાંત દાસ પણ હાજર રહેશે. 


ગ્લોબલ દિગ્ગજ વિદેશી રોકાણ્કારો થશે સામેલ
આ રાઉન્ડ ટેબલમાં 6 ટ્રિલિયન ડોલરનું મેનેજમેન્ટ કરનાર દુનિયાના મોટા પેંશન અને સોવરેન વેલ્થ ફંડોના 20 પ્રતિનિધિ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. તરૂણ બજાજે જણાવ્યું હતું કે આ રાઉન્ડ ટેબલમાં આવનાર લોકો ગ્લોબલ સંસ્થાગત રોકાણ અમેરિકા, યૂરોપ, કેનેડા,કોરિયા, જાપાન, પશ્વિમ એશિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર સહિત પ્રમુખ ક્ષેત્રોના નેતૃત્વ કરે છે. આ રોકાણમાં કેટલાક એવા છેજે પહેલીવાર ભારત સરકાર સાથે જોડાશે. 


બેઠકમાં સામેલ થનાર કેટલા પ્રમુખ ફંડ ટેમાસેક, ઓસ્ટ્રેલિયન સુપર, CDPQ, CPP ઇનવેસ્ટમેંટ્સ, GIC, ફ્યૂચર ફંડ, જાપાન પોસ્ટ બેંક, જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન, કોરિયન ઇનવેસ્ટમેંટ કોર્પોરેશન, ઓનટોરિયો ટીચર્સ, ટીચર્સ ટીચર્સ રિટાયરમેન્ટ ટેક્સાસ અને પેંશન ડેનમાર્ક સામેલ છે.  


આવો ભારતમાં રોકાણ કરો
સચિવે કહ્યું કે 'આ સંમેલન પાછળ વિચાર રોકાણકારોને ભારતમાં રોકાણની તકો, ભારતની હાલની આર્થિક સ્થિતિ અને તેમના માટે અવસરો વિશે જાણકારી આપવાનો છે. આ બેઠક વૈશ્વિક રોકાણઓની અને ભારતના બિઝનેસને દેશના વરિષ્ઠ નીતિ નિર્માતાઓ સાથે જોડાવવા તથા ભારતમાં આગળ આંતરરાષ્ટ્રીય રોકાણમાં તેજી લાવવાના પ્રયત્નો વિશે વાતચીતનો અવસર પુરો પાડશે. 


બજાજે કહ્યું કે 'રોકાણને લઇને આગળ તેમની કેટલીક ચિંતાઓ છે, તો અમે તેમનું સમાધાન કરશે અને તેમને જવાબ આપવાનો પ્રયત્ન કરશે. અમે આ કોષો પાછળ પાંચ અથવા છ મહિનાથી વાતચીત કરી રહ્યા છીએ. અમે તેમની સાથે વાતચીતના આધારે ઘણા કામ કર્યા છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube