Government scheme: સરકાર દ્વારા દેશના નાગરિકોને આર્થિક સહાયતા પ્રદાન કરવા માટે ઘણા પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજનામાંથી એક યોજના પીએમ સ્વનિધિ યોજના (PM Svanidhi Yojana)પણ છે. ઘણા ઓછા લોકો આ યોજના વિશે જાણતા હશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજના હેઠળ લોકોને સ્મોલ કેપ બિઝનેસ શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. આવો જાણીએ આ યોજના સાથે જોડાયેલી તમામ જાણકારી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેરંટી વગર મળશે લોન
સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કોરોના કાળમાં કરવામાં આવી હતી. આ યોજના લોકોને ગેરંટી વગર લોન આપે છે. યોજના હેઠળ લોકોને ખુદનો બિઝનેસ શરૂ કરવા માટે 80,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન ત્રણ હપ્તામાં પ્રદાન કરવામાં આવે છે. પ્રથમ હપ્તામાં 10000 રૂપિયા મળે છે. બીજા હપ્તામાં 20 અને ત્રીજા હપ્તામાં 50 હજાર રૂપિયા મળે છે. 


આ પણ વાંચોઃ 5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત


પ્રથમ હપ્તામાં લોન મેળવ્યા પછી, જો તમે તમારી લોન સમયસર ચૂકવશો, તો જ તમે બીજો હપ્તો લેવા માટે પાત્ર બનશો. આ પછી, બીજો હપ્તો ચૂકવ્યા પછી, તમે ત્રીજા હપ્તા માટે અરજી કરી શકો છો.


અરજી માટે માત્ર એક ડોક્યુમેન્ટ જરૂરી
સરકારની પીએમ સ્વનિધિ યોજનામાં અરજી કરવા માટે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે. આ માટે અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. લોન લેવામાં આવેલી રકમ માસિક હપ્તા દ્વારા ચૂકવી શકો છો. ધ્યાન આપવા જેવી વાત છે કે તમારે આ રકમ એક વર્ષની અંદર ચૂકવવાની છે.