સસ્તું ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર, PNB કરી રહી છે ઓનલાઈન હરાજી
પંજાબ નેશનલ બેન્ક રેસિડેન્શિયલ, કોમર્શિયલ સહિત અનેક પ્રોપર્ટીની ઓનલાઈન હરાજી કરવાની છે. તમારે પણ જો કોઈ ઘર કે અન્ય વસ્તુ લેવાની ઈચ્છા હોય તો તમે બેન્કની આ ઓનલાઈન હરાજીમાં સામેલ થઈ શકો છો.
નવી દિલ્હીઃ જો તમે પણ સસ્તામાં ઘર ખરીદવા ઈચ્છો છો તો પંજાબ નેશનલ બેન્ક તમારા માટે એક ખાસ ઓફર લાવી છે. બેન્કની ઓફરનો લાભ ગમે તે વ્યક્તિ ઉઠાવી શકે છે. પીએનબી જલદી એક ઈ-ઓક્શન (PNB E-Auction)કરવાનું છે, જે હેઠળ તે રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, કૃષિ મિલકત અને સરકારી મિલકતોની હરાજી કરશે. આ ઓક્શન વિશે પીએનબીએ ટ્વીટ કરી જાણકારી આપી છે. પંજાબ નેશનલ બેન્કનું મેગા ઓક્શન 20 જુલાઈ 2023ના આયોજીત થશે. આ પહેલા 6 જુલાઈએ પણ પીએનબી ઈ-ઓક્શન કરી ચુક્યું છે.
કેમ થઈ રહી છે હરાજી?
એવા લોકો જેણે લોનના પૈસા ચુકવ્યા નથી, તે પૈસા વસૂલ કરવા માટે પીએનબી તેની સંપત્તિની હરાજી કરવા જઈ રહ્યું છે. એટલે કે ડિફોલ્ટ પ્રોપર્ટીઝની હરાજી થવા જઈ રહી છે. બેન્ક દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ ઓક્શનમાં 11,374 રહેણાંક, 2,155 કોમર્શિયલ, 1,133 ઔદ્યોગિક, 98 કૃષિ, 34 સરકારી મિલકતોની હરાજી કરવામાં આવનાર છે. આ ઓક્શનમાં સામેલ થવાની ઈચ્છા ધરાવનાર લોકો સત્તાવાર વેબસાઇટ https://ibapi.in પર જાણકારી લઈ શકે છે.
આ પણ વાંચોઃ મોટી રકમની જરૂર નથી, આ સ્કીમ્સમાં માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
કઈ રીતે થશે ઓક્શન
બેન્કના આ ઈ-ઓક્શનમાં ભાગ લેનાર લોકોએ સંપત્તિ માટે અર્નેસ્ટ મની (EMD)જમા કરવી પડશે. તે માટે KYC ડોક્યુમેન્ટ્સ પણ દેખાડવા પડશે. આ સિવાય ડિજિટલ સિગ્નેચરની જરૂર પડશે. આટલું કર્યા બાદ વ્યક્તિની પાસે ઓક્શન માટે ઈમેલ આઈડી પર લોગિંન આઈડી અને પાસવર્ડ મળી જાય છે.
વાસ્તવમાં, લોકો લોન લેવાની ગેરંટી તરીકે કોઈપણ રહેણાંક અથવા વ્યવસાયિક મિલકત બેંક પાસે રાખે છે. આવી સ્થિતિમાં, જ્યારે તે વ્યક્તિ પૈસા ચૂકવવામાં અસમર્થ હોય, ત્યારે બેંક તેની મિલકત વેચીને તેની રકમ વસૂલ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube