PNG Discount Offer: ઘરેલૂ PNG કસ્ટમર માટે સારા સમાચાર, ‘સેલ્ફ’ બિલિંગમાં મળશે છૂટ
PNG Billing Discounts Offer: દેશભરમાં વધેલી મોંઘવારીએ મુશ્કેલી વધારી દીધી છે. ખાવા-પીવાથી માંડીને પેટ્રોલ-ડીઝલ અને રસોઈમાં વપરાતા ગેસની કિંમતોમાં વધારો થઈ ગયો છે. પરંતુ જો તમે રસોઈમાં PNGનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે છે.
નવી દિલ્લીઃ જો તમે પણ રસોઈમાં PNG ગેસનો ઉપયોગ કરો છો, તો આ ખબર તમારા માટે છે. તમે PNGનું બિલ ભરતા સમયે કેટલીક છૂટછાટનો ફાયદો ઉઠાવી શકો છો. જણાવીએ કેવી રીતે. દેશભરમાં વધેલી મોંઘવારીએ મુશ્કેલી વધારી દીધી છે. ખાવા-પીવાથી માંડીને પેટ્રોલ-ડીઝલ અને રસોઈમાં વપરાતા ગેસની કિંમતોમાં વધારો થઈ ગયો છે. પરંતુ જો તમે રસોઈમાં PNGનો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે છે. IGL ઘરેલૂ PNG કસ્ટમર્સને કંપનીની મોબાઈલ એપના માધ્યમથી ‘સેલ્ફ બિલિંગ’ ઓપ્શન પસંદ કરવા પર બિલમાં છૂટછાટ આપે છે. તમે પણ આ છૂટનો લાભ ઉઠાવી શકો છો.
15 રૂપિયાની છૂટ મળશે:
- સૌથી પહેલા IGL કનેક્ટ એપ ખોલો.
- હવે કસ્ટમરને પોતાના BP નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને IGL કનેક્ટ એપમાં લોગ-ઈન કરવાનું રહેશે.
- હવે ખાતરી કરી લો કે તમે તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર ફાસ્ટ પ્રોસેસિંગ અને બિલ ડિલીવરી માટે ઈ-બિલ સબસ્ક્રાઈબર છે.
- એપમાં ‘Self Billing’ પર ક્લિક કરો અને મીટર રીડિંગ (ડાબી બાજુથી જમણી બાજુ) નોંધો.
- હવે મીટરની રિયલ-ટાઈમ ક્લિયર તસ્વીર અપલોડ કરો અને સબમીટ કરો.
- 24 કલાકમાં તમારુ બિલ જનરેટ થઈ જશે અને તેની કોપી મેલ પર આવી જશે.
- જરૂર પડ્યે હાર્ડ કોપી લઈ શકો છો.
- અહીં ધ્યાન રાખો કે, બે ‘સેલ્ફ બિલિંગ’ વચ્ચે 21 દિવસનું અંતર હોવુ જરૂરી છે.
- આ પ્રક્રિયા બાદ બીજી બિલ સાયકલ માટે તમને છૂટ મળી જશે