નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે ભલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નથી પરંતુ કોમર્શિયલ એલપીજી-સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. પીએનજીની કિંમતોમાં 5 રૂપિયા પ્રતિ ઘન મીટરથી વધારો કરવામાં આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે કહ્યું કે 1 એપ્રિલ 2022 થી ઘરેલુ પીએનજીની કિંમતમાં 5 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરનો વધારો કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નિર્ણય આંશિક રીતે ઇનપુટ ગેસના ખર્ચમાં વધારો થવાને કારણે લેવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે દિલ્હીમાં કિંમત 41.61 રૂપિયા/એસસીએમ (વેટ સહિત) હશે. ગાઝિયાબાદ અને નોઈડામાં ઘરેલું પીએનજીના ભાવમાં 5.85 રૂપિયા વધી 41.71 રૂપિયા/ એસસીએમ કરવામાં આવ્યા છે.


તેમને જણાવી દઈએ કે દિલ્હીમાં સીએનજીના ભાવમાં 80 પૈસા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સીએનજીના ભાવ 60.01 રૂપિયાથી વધીને 60.81 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યા છે.


નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીના ભાવ 63.38 રૂપિયા કિલો થશે, જ્યારે ગુરુગ્રામને તે 69.17 રૂપિયા કિલો પર ઉપલબ્ધ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube