Dividend Stock: આ સમયે ક્વાર્ટરના પરિણામો સાથે કંપનીઓ ડિવિડેન્ડની જાહેરાત કરી રહી છે. ડિવિડેન્ડ આપનારી કંપનીઓના લિસ્ટમાં હવે પોલીકેબ (Polycab)નું નામ સામેલ થઈ ગયું છે. કંપની એક શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. આવો આ સ્ટોક વિશે વિગતવાર જાણીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 1 શેર પર  300% નો ફાયદો
કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 30 રૂપિયાનું ડિવિડેન્ડ આપવામાં આવશે. એટલે કે દર એક શેર પર 300 ટકાનો ફાયદો ઈન્વેસ્ટરોને મળશે. પરંતુ કંપનીએ ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. તેવામાં ઈન્વેસ્ટરો ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.


આ પહેલા કંપનીએ દરેક શેર પર 34 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. કંપનીએ છેલ્લે 21 જૂન 2023ના ડિવિડેન્ડ ટ્રેડ કર્યું હતું. મહત્વનું છે કે આ કંપનીએ અત્યાર સુધી ક્યારેય બોનસ શેર આપ્યા નથી.


આ પણ વાંચોઃ મોબાઈલથી દૂર, ટાટા ગ્રુપમાં શેર.. છતાં 2BHK ફ્લેટમાં રહે છે રતન ટાટાના નાના ભાઈ


શેર બજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
શુક્રવારે કંપનીના શેરનો ભાવ 6.07 ટકાની તેજીની સાથે 6153.60 રૂપિયાના લેવલ પર બંધ થયો છે. આ પહેલા કંપનીના શેર શુક્રવારે 6364 રૂપિયાના 52 વીક હાઈ પહોંચ્યો હતો. નોંધનીય છે કે કંપનીનો 52 વીકનો લો 3200.05 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 92,456.54  કરોડ રૂપિયાનું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરની કિંમતોમાં 91 ટકાથી વધુની તેજી જોવા મળી છે.


Trendlyne ના ડેટા અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં આ સ્ટોકમાં 42.9 ટકાનો વધારો થયો છે. તો છેલ્લા એક મહિનામાં કંપનીના શેરની કિંમતમાં 17 ટકાનો વધારો જોવા મળ્યો છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)