સ્વાસ્થ્ય માટે ખજાનો છે ગધેડીનું દૂધ, યુવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યો Donkey Milk Soap
દિલ્હીના યુવક ઋષભ અને પૂજાએ ગધેડીના દૂધમાંથી સાબુ તૈયાર કરે છે, જે સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. જે લોકો ગધેડાઓનું પાલન અને તેમના પ્રજનન સાથે સંકળાયેલા છે, પૂજા અને ઋષભ તેમની પાસેથી દૂધ ખરીદીને સાબુ તૈયાર કરે છે. ગધેડીના દૂધની સાથે-સાથે આ સાબુમાં કુદરતી ઘટકો (Natural ingredients) એટલે કે લીમડો, એલોવેરા, ચંદન, પપૈયાનો પાવડર, બદામનું તેલ, હળદર વગેરે મિક્સ કરવામાં આવે છે જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે.
ઓર્ગેનિક સ્ટાર્ટઅપના ફાઉન્ડર પૂજા અને ઋષભે ગધેડીના દૂધમાંથી બનાવેલા સાબુની ખાસિયત જણાવતાં કહ્યું કે ગધેડીનું દૂધ એન્ટી એજિંગ મિલ્ક અને નરિશમેંટ કંડીશનિંગ તરીકે ઓળખવામાં આવે છે તેમાં એ, બી1, બી2, બી6, સી, ડી, ઇ વિટામિન ને ઓમેગા 3, કેલ્શિયમ જેવા એલીમેંટ્સ હોય છે જે સ્કીન સાથે સંકળાયેલી બિમારીઓની સાથે-સાથે રિંકલ, એક્ઝિમાને પણ કંટ્રોલ કરે છે. ગધેડીના દૂધના ફાયદાને ધ્યાનમાં રાખતાં તેમણે ગધેડીના દૂધનો સાબુ બનાવવાનું શરૂ કર્યું. સાબુની કિંમત 499 રૂપિયા છે.
સમોસા વેચવા માટે છોડી Google ની નોકરી, આજે 50 લાખથી વધુનું છે ટર્નઓવર
ગધેડીના દૂધમાં સ્વાસ્થ્યનો ખજાનો
પૂજાએ જણાવ્યું કે મિશ્રની રાણી ક્લિયોપેટ્રા પોતાની સુંદરતા વધારવા માટે ગધેડીના દૂધથી ન્હાતી હતી. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન મળી આવે છે જે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવામાં ખૂબ કારગર છે. ઋષભે જણાવ્યું કે હાલ તે પ્રકારના ગધેડીના દૂધના સાબુ તૈયાર કરે છે, પહેલો જે ગધેડીના દૂધમાં મધ અને ચારકોલનો ઉપયોગ કરીને બનાવે છે જે એક્ને અને ઓઇલી ત્વચા માટે ફાયદાકારક હોય છે. બીજો સાબુ ગધેડીના દૂધમાં એલોવેરા, ચંદન, લીમડો, પપૈયું, હળદર અને ઘણા પ્રકાર તેલોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે જે નાજુક ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે.
નોકરી ન મળી તો 1200 રૂપિયાથી શરૂ કર્યો ધંધો, આજે છે 37000 કરોડની કંપનીની માલિક
10 કલાકમાં દૂધનો ઉપયોગ કરવાનો હોય છે
ઋષભે જણાવ્યું કે ગધેડીના દૂધમાંથી બનેલો સાબુ બનાવવો સરળ નથી કારણ કે જે લોકો ગધેડીના પાલન સાથે સંકળાયેલા છે તેમને સમજાવવું પડે છે અને સાથે જ ગધેડી દૂધનો સમય સવારે 4 થી 6 વાગ્યાનો હોય છે. તે દૂધને ફક્ત 10 કલાકમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે જે દિવસે દૂધ કાઢે છે તેનું પ્રોડક્શન પણ તે જ દિવસે કરવું પડે છે.
પૂજા અને ઋષભે જણાવ્યું કે જ્યારે તે અભ્યાસ કરતો હતો ત્યારે તેને ડેરી સેક્ટરમાં કેટલાક નવા પ્રોજેક્ટ કરવા માટે આપ્યા હતા. આ પ્રોજેક્ટ દરમિયાન તેના મગજમાં આ વિચાર આવ્યો. તેમણે તમામ અધ્યન બાદ તેને સ્ટાર્ટઅપ તરીકે શરૂ કર્યું.
10 રૂપિયાના નકશાની મદદથી આ બિઝનેસમેન ચઢ્યા સફળતાની સીડી, આજે છે 600 કરોડનો બિઝનેસ
ગઘેડાના પાલકોની આવકમાં વધારો
તેમણે જણાવ્યું કે તેનાથી ગધેડાના પાલન અને પ્રજનન સાથે સંકળાયેલા લોકોને ફાયદો પહોંચી રહ્યો છે. તેમની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે. કારણ કે ઓછા લોકો જાણે છે કે ગધેડીના દૂધનો એટલો ફાયદો હોય છે. ઘણી જગ્યાએ 2000 થી 3000 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ છે. એટલે કે એક ચમચી દૂધની કિંમત 50 થી 100 રૂપિયા છે. પૂજાએ જણાવ્યું કે અત્યારે તો ગાજિયાબાદના લોની, ડાસના અને મહારાષ્ટ્રના સોલાપુરથી ગધેડીનું દૂધ ખરીદીએ છીએ. તેમની ટીમમાં છ સભ્યો છે જે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે.
કેવી રીતે 'પતલૂન' બની પેંટાલૂન, એક સમયે ધોતી અને સાડીઓ વેચતા હતા તેના માલિક
પૂજા કૌલે જણાવ્યું કે ફક્ત સાબુ જ ઓર્ગેનિક નથી પરંતુ સાબુના પેકિંગ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પેકિંગ પણ ખૂબ ઇકો ફ્રેંડલી છે. સોપારીના ઝાડની છાલમાંથી સાબુનુ કવર તૈયાર કરવામાં આવ્યું છે. પૂજાએ જણાવ્યું કે હાલની સરકાર દ્વારા જે પ્રકારે સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના લીધે યુવાનો નવા-નવા પ્રયોગ કરવા માટે તૈયાર છે.