માર્કેટમાં આવી ગયું ટાયરવાળું AC: સૂટકેટની માફક એકસ્થળેથી બીજાસ્થળે લઇ જઇ શકશો
જ્યારે પણ કોઇ AC ખરીદે છે તો ઘણી વાતોનું ધ્યાન રાખે છે. જો તમે પણ AC લીધું હશે અથવા લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વિચારી રહ્યા હશો કે AC લીધા પછી તેને ક્યાં લગાવીશું, વિંડો AC લાવશો તો ક્યાં લગાવશો? આ ઉપરાંત રૂમ વગેરેને લઇને પણ ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે.
નવી દિલ્હી: જ્યારે પણ કોઇ AC ખરીદે છે તો ઘણી વાતોનું ધ્યાન રાખે છે. જો તમે પણ AC લીધું હશે અથવા લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વિચારી રહ્યા હશો કે AC લીધા પછી તેને ક્યાં લગાવીશું, વિંડો AC લાવશો તો ક્યાં લગાવશો? આ ઉપરાંત રૂમ વગેરેને લઇને પણ ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે બજારમાં એક એવું AC આવી ગયું છે, જેના માટે તમારે વધુ વિચારવાની જરૂર નથી, કારણ કે તમે તેને જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઇ શકો છો.
આ AC માં પૈડા હો છે. આ સાઇઝમાં નાનું હોય છે અને વજનમાં પણ હલકું હોય છે એટલા માટે ઘરમાં ઓછી જગ્યા રોકે છે. રૂમમાંથી ગરમ હવાને બહાર ફેંકવા માટે લગભગ 8 થી 10 ફૂટ લાંબી પાઇપ લગાવેલી હોય છે. આ 0.5 ટન થી 1.5 ટનની કેપેસિટીવાળું હોય છે.
ગરમી આવતાં જ વધવા લાગે છે AC ની ડિમાન્ડ, ખરીદ્યા વિના આ રીતે કરી શકો છો ઉપયોગ
શું હોય છે પોર્ટેબલ એસી?
પોર્ટેબલ AC ને કોઇપણ રૂમમાં લગાવી શકાય છે અને તેને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઇ શકાય છે. આ AC માં પૈડા લાગેલા હોય છે અને તે સાઇઝમાં નાનું અને વજનમાં હલકું હોય છે. એટલા માટે ઘરમાં ઓછી જગ્યા રોકે છે. રૂમમાંથી ગરમ હવાને બહાર ફેંકવા માટે લગભગ 8 થી 10 ફૂટ લાંબી પાઇપ લગાવેલી હોય છે. આ 0.5 ટન થી 1.5 ટનની કેપેસિટીવાળું હોય છે.
કેવા લોકો માટે ફાયદાકારક?
- આ તે લોકો માટે ખૂબ કારગર છે, જે એક જ એસી એફોર્ડ કરી શકે છે. એવામાં તમે એક એસી ખરીદી શકો છો અને જો તમે કોઇપણ રૂમમાં બેઠા છો તો તમારે ત્યાં AC લગાવવાની જરૂર નથી. એવામાં તમે તે AC ને બીજા રૂમમાં લઇ જઇ શકો છો અને તમે જ્યાં ઇચ્છો ત્યાં AC લઇ જઇ શકો છો. તેથી એક જ એસીમાં તમારા દરેક કામ થઇ જશે.
- ઘણીવાર રૂમમાં એવી સ્થિતિ સર્જાઇ છે કે ત્યાં ના તો દિવાલ પર સ્પિલ્ટ એસી લગાવી શકાય છે અને ના તો વિંડો એસી માટે કોઇ બારી હોય છે. એવી સ્થિતિમાં આ પોર્ટેબલ એસીનો કામમાં આવે છે. તમે તેને પોતાના બેડની પાસે રાખી શકો છો અને એક ખુરશી જેટલી જગ્યા રોકે છે અને આ AC આ રૂમમાં ઠંડક ફેલાવે છે.
- આ AC ભાડે રહેનારા લોકો માટે ખૂબ કારગર છે. જો તમે ભાડે રહો છો અને તમે થોડા દિવસોમાં બાદ ઘર બદલો છો તો તમને તેને શિફ્ટ કરવામાં કોઇ સમસ્યા નહી આવે. તમે એક સૂટકેટની માફક તેને એકસ્થળેથી બીજા સ્થળે લઇ જઇ શકો છો.
અડધાથી પણ ઓછા ભાવે ખરીદો આ પોપુલર AC, લાઇટ બિલ પણ આવશે ઓછું
કેટલા રૂપિયામાં આવે છે આ એસી?
આમ તો દરેક કંપની ફીચર્સના આધારે તેની કિંમત નક્કી કરે છે. પરંતુ ફક્ત આ એસી તમને 25 થી 30 હજાર રૂપિયામાં મળી જશે. આ લગભગ 1 ટનનું હશે અને ઘણી કંપનીઓ આ પ્રકારના એસી વેચે છે, જેમાં blueStar, Midea, lloyd વગેરે સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube