નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું કેટલું સુરક્ષિત અને નફાકારક સાબિત થઈ શકે છે. જો તમે સારો નફો ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિરમાં  (Post Office) ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) માં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડી (Post office fixed deposit) કરાવવા પર તમને અન્ય ઘણા પ્રકારની સુવિધાઓ પણ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનાથી તમને સારા વળતરની સાથે સરકારી ગેરંટી પણ મળશે. તેમાં તમને ક્વાર્ટરના આધાર પર વ્યાજ  (Post Office FD Interest Rate 2022) ની સુવિધા મળે છે. 


પોસ્ટ ઓફિસમાં FD કરાવવી સરળ
પોસ્ટ ઓફિસમાં FD કરાવવી ખુબ સરળ પણ છે. ઈન્ડિયા પોસ્ટે પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપી છે. આ જાણકારી અનુસાર પોસ્ટ ઓફિસમાં તમે અલગ-અલગ 1,2, 3, 5 વર્ષો માટે એફડી કરાવી શકો છો. આવો જાણીએ આ સ્કીમમાં ક્યા-ક્યા ફાયદા મળે છે. 


આ પણ વાંચોઃ Budget 2022-23: મોદી સરકારે બજેટમાં કરી દીધુ આ કામ તો 20 વર્ષ બાદ તમે બની જશો કરોડપતિ, જાણો કેમ  


1. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને ભારત સરકાર ગેરંટી આપે છે.
2. તેમાં રોકાણકારોના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. 
3. તેમાં એફડી ઓનલાઇન (કેશ, ચેક) કે ઓનલાઇન (નેટ બેન્કિંગ/મોબાઇલ) બેન્કિંગ દ્વારા કરી શકો છો.
4. તેમાં તમે 1થી વધુ એફડી કરાવી શકો છો.
5. આ સિવાય એફડી એકાઉન્ટને જોઈન્ટ કરી શકો છો.
6. તેમાં 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર તમને આઈટીઆર ફાઇક કરવા સમયે ટેક્સમાં છૂટ મળશે. 
7. એક પોસ્ટ ઓફિસથી એફડી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. 


આ રીતે ખોલાવો FD
પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા માટે તમે કેશ કે ચેક આપીને ખોલાવી શકો છો. તેમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાથી એકાઉન્ટ ખુલે છે. તો વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી. 


FD પર મળે છે સારૂ વ્યાજ
આ રીતે 7 દિવસથી એક વર્ષની એફડી પર 5.50 ટકા વ્યાજ મળે છે. 1 વર્ષ 1 દિવસથી લઈને 2 વર્ષની એફડી પર પણ આ વ્યાજ દર છે. તો 3 વર્ષની એફડી પર 5.50 ટકાના દરે વ્યાજ મળે છે. 3 વર્ષ એક દિવસથી 5 વર્ષ સુધી એફડી પર 6.70 ટકા વ્યાજ મળે છે. એટલે કે તમને એફડી પર સારુ વળતર મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube