અહીં રોકાણ કરશો તો થશે બમ્પર ફાયદો, દર મહિને તમારા ખાતામાં જમા થશે આટલાં રૂપિયા...
નોકરિયાત વર્ગ એવો છે જે ભલે થોડુ ઘણું કમાતો હોય પરંતું તેમાંથી પણ બચત કેટલી થાય તેનો વિચાર કરે છે. હાલમાં જ્યારે નોકરીની અનિશ્ચિતતા હોય છે તેવામાં ભવિષ્યનો વિચાર કરવો આવશ્યક છે. ફિક્સ ડિપોઝીટમાં લાંબા ગાળે થોડો ઘણો ફાયદો થતો હોય છે. ત્યારે તમે જો રોકાણનો વિચાર કરી રહ્યા હોય અને સારુ રિટર્ન મેળવવા માગો છો તો પોસ્ટ વિભાગની આ સ્કીમ તમારા માટે લાભદાયક છે.
નવી દિલ્લીઃ ભારતના પોસ્ટ ખાતામાં પહેલેથી રોકાણકારો માટે સારી સ્કીમો રહેતી હોય છે. તમે જો રોકાણ કરીને સારું રિટર્ન મેળવવા માગો છો તો પોસ્ટ ખાતાની માસિક આવક યોજના ( MONTHLY INCOME SCHEME) માં રોકાણ કરી અંદાજે 5 હજાર રૂપિયા સુધીની રકમ મેળવી શકો છો.
ભારતીય પોસ્ટ વિભાગની માનસિક આવક યોજનામાં રોકાણકારને સારું એવું રિટર્ન આપવામાં આવે છે. જો કોઈ રોકાણકારે આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હોય અને તેમાં એક સાથે 9 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય તો તમને દર મહિને 4,950 રૂપિયા મળી શકે છે. મહિને મળનારા રૂપિયા તમને મળનાર વ્યાજની રકમ છે જેમાં તમારા રોકેલા રૂપિયાને કોઈ અસર નહીં થાય. આ રૂપિયા તમે રોકાણના સમયની અવધિ પૂરી થાય ત્યારે કાઢી શકો છો.
120 km માઇલેજ આપનાર ETRYST 350 ઓગસ્ટમાં થશે લોન્ચ, કિંમત બુલેટ કરતાં પણ ઓછી
માસિક આવક યોજનામાં રોકાણ કરવાના કેટલાક નિયમો
1) 18 વર્ષથી વધુની ઉમરનો કોઈ પણ ખોલાવી શકે છે ખાતું
2) એક ખાતામાં 3 નામનો કરી શકાય છે સમાવેશ
3) 10 વર્ષથી ઓછી ઉમરના બાળકો પેરેન્ટસના નામ પર ખાતું ખોલાવી શકે
પ્રિયંકાના પુસ્તકમાં ખુલાસો: એક ડાયરેક્ટરે કપડાં ઉતારવા કહ્યું તો બીજાએ બ્રેસ્ટને લઇને કહી આ વાત
પોસ્ટ ખાતાની આ યોજનામાં 4,950 રૂપિયાનું માસિક વ્યાજ તમને 5 વર્ષની મેચ્યોરિટીના હિસાબે મળશે. જો તમે ઈચ્છો તો 5 વર્ષ પૂર્ણ થાય બાદ ફરી મેચ્યોરિટીની યોજનાને લંબાવી શકો છો. આ યોજના માટે માત્ર 1 હજાર રૂપિયામાં ખાતું ખોલાની શકાય છે. આ ખાતુ ખોલાવવામાં ઓછામાં ઓછા દસ્તાવેજની જરૂર હોય છે. જો તમે સિંગલ ખાતું ખોલાવો તો તમે 4.5 લાખ રૂપિયા સુધી ખાતામાં જમા કરાવી શકો છો અને જોઈન્ટ એકાઉન્ટ હોય તો તમે 9 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો.
બોલીવુડના ખૂંખાર ખલનાયકોમાં જેમનું નામ મોખરે રહ્યું તેવા પ્રાણ સાહેબની આજે 101મી જન્મજયંતિ...
ઘરે બેસીને આ રીતે ખાતુ ખોલાવી શકે છે
1. તમારા મોબાઈલમાં IPBP મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો
2. IPBP મોબાઈલ બેન્કિંગ એપમાં ‘Open Account’ પર ક્લિક કરો
3. તમારો આધાર અને પાન કાર્ડ નંબર ઉમેરો
4. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે તેને ઉમેરો
5. તમારા માતાનું નામ, શૈક્ષણિક લાયકાત અને નોમિનીની જાણકારી આપો
6.સંપૂર્ણ જાણકારી ભર્યા બાદ 'સબમિટ' પર ક્લિક કરો
7. તમારુ ખાતું પોસ્ટ ઓફિસમાં ખુલી જશે
8. ડિજિટલ બચત ખાતું ફકત એક વર્ષ માટે માન્ય હોય છે
9. એક વર્ષની અંદર બાયોમેટ્રિક પ્રમાણની કામગીરી પૂરી કરો
10. સંપર્ણ પ્રક્રિયા બાદ તમારું ખાતું નિયમિત રીતે ખુલી જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube