Post Office Monthly Income Scheme: ભારતના પોસ્ટ ખાતામાં પહેલેથી રોકાણકારો માટે સારી સ્કીમો રહેતી હોય છે. તમે જો રોકાણ કરીને સારું રિટર્ન મેળવવા માગો છો તો પોસ્ટ ખાતાની માસિક આવક યોજના ( MONTHLY INCOME SCHEME) માં રોકાણ કરી અંદાજે 5 હજાર રૂપિયા સુધીની રકમ મેળવી શકો છો. ભારતીય પોસ્ટ વિભાગની માનસિક આવક યોજનામાં રોકાણકારને સારું એવું રિટર્ન આપવામાં આવે છે. જો કોઈ રોકાણકારે આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હોય અને તેમાં એક સાથે 9 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય તો તમને દર મહિને 4,950 રૂપિયા મળી શકે છે. મહિને મળનારા રૂપિયા તમને મળનાર વ્યાજની રકમ છે જેમાં તમારા રોકેલા રૂપિયાને કોઈ અસર નહીં થાય. આ રૂપિયા તમે રોકાણના સમયની અવધિ પૂરી થાય ત્યારે કાઢી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Life Insurance લેતા પહેલાં જાણી લેજો આ 5 પોઈન્ટ, પરિવાર ક્યારેય નહીં થાય હેરાન!


પેટ્રોલ કાર ખરીદીએ કે સીએનજી કાર? બચત કરવાના ચક્કરમાં ક્યારે ના લો ખોટો નિર્ણય


મળો આનંદ મહિન્દ્રાના પત્નીને, જે ચલાવે છે પોતાનો બિઝનેસ, જાણો પહેલી મુલાકાતની સ્ટોરી


માસિક આવક યોજનામાં રોકાણ કરવાના કેટલાક નિયમો
- 18 વર્ષથી વધુની ઉંમરનો કોઈ પણ ખોલાવી શકે છે ખાતું
- એક ખાતામાં 3 નામનો કરી શકાય છે સમાવેશ
- 10 વર્ષથી ઓછી ઉમરના બાળકો પેરેન્ટસના નામ પર ખાતું ખોલાવી શકે


પોસ્ટ ખાતાની આ યોજનામાં 4,950 રૂપિયાનું માસિક વ્યાજ તમને 5 વર્ષની મેચ્યોરિટીના હિસાબે મળશે. જો તમે ઈચ્છો તો 5 વર્ષ પૂર્ણ થાય બાદ ફરી મેચ્યોરિટીની યોજનાને લંબાવી શકો છો. આ યોજના માટે માત્ર 1 હજાર રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. આ ખાતુ ખોલાવવામાં ઓછામાં ઓછા દસ્તાવેજની જરૂર હોય છે. જો તમે સિંગલ ખાતું ખોલાવો તો તમે 4.5 લાખ રૂપિયા સુધી ખાતામાં જમા કરાવી શકો છો અને જોઈન્ટ એકાઉન્ટ હોય તો તમે 9 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો.


આ પણ વાંચો:


બિઝનેસમાં Mukesh Ambani ની જેમ જ સફળ છે બહેન Nina Kothari, લાઈમલાઈટથી રહે છે દુર


Zomatoની આ ઓફર અંતર્ગત માત્ર 89 રૂપિયામાં 10 જ મિનિટમાં ઘરે આવશે ગરમાગરમ જમવાનું


ઘરે બેસીને આ રીતે ખાતુ ખોલાવી શકે છે
1. તમારા મોબાઈલમાં IPBP મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો
2. IPBP મોબાઈલ બેન્કિંગ એપમાં ‘Open Account’ પર ક્લિક કરો
3. તમારો આધાર અને પાન કાર્ડ નંબર ઉમેરો
4. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે તેને ઉમેરો
5. તમારા માતાનું નામ, શૈક્ષણિક લાયકાત અને નોમિનીની જાણકારી આપો
6. સંપૂર્ણ જાણકારી ભર્યા બાદ 'સબમિટ' પર ક્લિક કરો
7. તમારુ ખાતું પોસ્ટ ઓફિસમાં ખુલી જશે
8. ડિજિટલ બચત ખાતું ફકત એક વર્ષ માટે માન્ય હોય છે
9. એક વર્ષની અંદર બાયોમેટ્રિક પ્રમાણની કામગીરી પૂરી કરો
10. સંપર્ણ પ્રક્રિયા બાદ તમારું ખાતું નિયમિત રીતે ખુલી જશે