પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમઃ 4 લાખના મળશે 8 લાખ, હવે સરકારની આ યોજનામાં જલદી પૈસા થશે ડબલ
Post office paisa double scheme: કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી કિસાન વિકાસ પત્ર મળવા પર મળનાર વ્યાજને 7.2 ટકાથી વધારી 7.5 ટકા કરી દીધું છે. એટલે કે આ યોજનામાં તમારા પૈસા જલદી ડબલ થઈ જશે.
નવી દિલ્હીઃ Post office paisa double scheme:પોસ્ટ ઓફિસ તરફથી ઘણી યોજના ચલાવવામાં આવે છે, જેમાં ઈન્વેસ્ટર પૈસા લગાવી સુરક્ષિત અને ગેરેન્ડેડ રિટર્ન મેળવી શકે છે. 1 એપ્રિલ, 2023 થી પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં સરકારે વધારો કર્યો છે, જેમાં કિસાનોના નામે ચલાવવામાં આવી રહેલી પોસ્ટ ઓફિસની સરકારી યોજના કિસાન વિકાસ પત્ર (KVP) પણ સામેલ છે. કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2023થી કિસાન વિકાસ પત્ર પર મળનાર વ્યાજને 7.2 ટકાથી વધારી 7.5 ટકા વાર્ષિક કરી દીધુ છે. એટલે કે આ યોજનામાં તમારા પૈસા જલદી ડબલ થઈ જશે. આવો આ સ્કીમ વિશે જાણીએ.
શું છે કિસાન વિકાસ પત્ર (KVP)?
કિસાન વિકાસ પત્ર એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામટી રોકાણ યોજના છે. આ સ્કીમમાં, તમે એક નિશ્ચિત સમયગાળાની અંદર તમારા પૈસા ડબલ કરી શકો છો. કિસાન વિકાસ પત્ર યોજના દેશની તમામ પોસ્ટ ઓફિસો અને મોટી બેંકોમાં રોકાણ માટે ઉપલબ્ધ છે. આ યોજના ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ લાંબા ગાળાના ધોરણે તેમના નાણાં બચાવી શકે. આમાં ન્યૂનતમ રોકાણ 1000 રૂપિયા છે. મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી.
આ પણ વાંચોઃ સરકાર આ દિવસે જારી કરશે 100 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે, શું હશે તેમાં ખાસ
કેટલા સમયમાં ડબલ થશે પૈસા
સરકારે 1 એપ્રિલથી આ યોજનાનો વ્યાજ દર વધારી દીધો છે. હવે તમને આ યોજનામાં રોકાણ કરવા પર વાર્ષિક 7.5 ટકાના દરથી રિટર્ન મળી રહ્યું છે. જાન્યુઆરી 2023થી માર્ચ 2023ની આ સ્કીમમાં પૈસા 7.5 ટકાના દરથી રિટર્ન મળી રહ્યું છે, જાન્યુઆરી 2023થી, માર્ચ 2023 સુધી આ સ્કીમમાં પૈસા ડબલ થવામાં 120 મહિના લાગી રહ્યાં હતા. પરંતુ હવે તમારા પૈસા પાંચ મહિના પહેલાં એટલે કે 115 મહિના (9 વર્ષ 7 મહિના) માં ડબલ થઈ જશે. જો તમે એક સાથે 4 લાખ રૂપિયા જમા કરો તો 115 મહિનામાં તમને 8 લાખ રૂપિયા મળશે. સારી વાત છે કે આ સ્કીમમાં કમ્પાઉન્ડિંગ વ્યાજનો પણ ફાયદો મળે છે. એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળે છે.
ખાતું ખોલવા પર મળી છે છૂટ
Kisan Vikas Patra માં માત્ર 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. ત્યારબાદ 100 રૂપિયાના મલ્ટીપલમાં રોકાણ થઈ શકે છે. યોજના હેઠળ ગમે એટલા ખાતા ખોલી શકાય છે. એકાઉન્ટ સિંગલ અને 3 વયસ્ક મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે. તેમાં નોમિનીની પણ સુવિધા મળે છે. 10 વર્ષથી મોટી ઉંમરના બાળકો પોતાના નામથી કેવીપી ખાતું ખોલી શકે છે.
આ પણ વાંચોઃ Business Idea: માત્ર 50 હજારમાં શરૂ કરો આ શાનદાર બિઝનેસ કરોડોમાં થશે કમાણી
જો તમારે એકાઉન્ટ બંધ કરવું હોય તો
જો તમે એકાઉન્ટને જમા કરવાની તારીખથી 2 વર્ષ 6 મહિનાના સમય પહેલાં બંધ કરી શકો છો. સિંગલ એકાઉન્ટના મૃત્યુ થવા પર કે જોઈન્ટ એકાઉન્ટમાંથી કોઈ પણ કે તમામ એકાઉન્ટહોલ્ડર્સના મૃત્યુ, ગેઝેટ ઓફિસ અધિકારી હોવાને નાતે ગિરવીદાર તરફથી જપ્તી પર અને જ્યારે કોર્ટ દ્વારા આદેશ પર KVP ને બંધ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube