ઝી બ્યૂરો, અમદાવાદઃ Post Officeમાં એવી કેટલીય જીવન વીમાની યોજના છે આમાંથી એક સ્કીમ છે ગ્રામ સુમંગલ પોસ્ટલ લઈફ ઈન્શ્યોરન્સ સ્કીમ (Gram Sumangal Rural Postal Life Insurance Scheme) આ એક એન્ડોમેન્ટ સ્કીમ (endowment ) છે, જે ગ્રામીણ ક્ષેત્રના રહેવાસીઓને મનીબેંકની સાથે સાથે ઈન્શ્યોરન્સ  કવર પણ આપે છે. આ સ્કીમ અંતર્ગત બે પ્લાન આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રામ સુમંગલ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ સ્કીમ (Gram Sumangal Rural Postal Life Insurance Scheme) અંતર્ગત એક બીજો ફાયદો છે. જો તમે રોજના માત્ર 95 રૂપિયાના હિસાબથી રોકાણ કરશો તો તમે સ્કીમના પૂર્ણ થવા સુધી 14 લાખ રૂપિયા મેળવી શકો છો. રૂલર પોસ્ટલ ઈન્શ્યોરન્સ સ્કીમની શરૂઆત 1995માં થઈ હતી. આ સ્કીમ અંતર્ગત પોસ્ટ ઓફિસ 6 અલગ-અલગ વીમા યોજનાઓ આપે છે જેમાંની એક છે ગ્રામ સુમંગલ.


શું છે ગ્રામ સુમંગલ યોજના
આ પોલિસી એ લોકો માટે ફાયદાકાર છે જેને સમય સમય પર રૂપિયાની જરૂર પડે છે. મની બેંક ઈન્શ્યોરન્સ પોલિસી ગ્રામ સુમંગલ યોજનામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ મળે છે. પોલિસી લીધા પછી વ્યક્તિનું મૃત્યું પોલિસીની ટર્મ દરમિયાન થતું નથી તો તેને મનીબેંકનો ફાયદો પણ મળે છે. વ્યક્તિના મૃત્યું પછી નોમિનીને સમ અશ્યોર્ડની સાથે સાથે બોનસની રકમ પણ આપવામાં આવે છે.


પોલિસી કોણ લઈ શકે છે
પોલિસી સુમંગલ સ્કીમ 15 વર્ષ કે 20 વર્ષ માટે મળે છે. આ પોલિસી માટે ઓછામાં ઓછી ઉંમર 19 વર્ષ હોવી જોઈએ. 45 વર્ષનો વ્યક્તિ 15 વર્ષની ટર્મ માટે આ સ્કીમને લઈ શકે છે. 20 વર્ષ માટે આ પોલિસી 40 વર્ષનો વ્યક્તિ જ લઈ શકે છે.


મનીબેંકના નિયમો
15 વર્ષની પોલિસીમાં 6 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષ પૂરા થવા પર 20-20 ટકા મની બેંક મળે છે. મેચ્યોરિટી પર બોનસની સાથે બાકી 40 ટકા રૂપિયા આપવામાં આવે છે. આમ 20 વર્ષની પોલિસીમાં 8 વર્ષ, 12 વર્ષ અને 16 વર્ષની ટર્મ પર 20-20  ટકા રૂપિયા મળે છે. બાકી 40 ટકા બોનસ સાથે મેચ્યોરિટી પર આપવામાં આવે છે.


માત્ર 95 રૂપિયા રોજનું પ્રીમિયમ
25 વર્ષનો વ્યક્તિ 7 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડની સાથે આ પોલિસીને 20 વર્ષ માટે લે તો દર મહિને 2853નું પ્રીમિયમ પડશે એટલે કે રોજના હિસાબથી લગભગ 95 રૂપિયા ભરવા પડે ત્રણ મહિનાના 8449 રૂપિયા તો છ માહિના માટેનું પ્રીમિયમ 16715 રૂપિયા અને વાર્ષિક પ્રીમિયમ 32735 રૂપિયા થાય છે.


આમ મળશે 14 લાખ રૂપિયા
પોલિસીમાં 8માં,12માં અને 16માં વર્ષમાં 20-20 ટકા હિસાબથી 1.4-4.4 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે છેલ્લે 20માં વર્ષમાં 2.8 લાખ રૂપિયા સમ અશ્યોર્ડના રૂપમાં પણ મળશે. જ્યારે વર્ષના હજારનું બોનસ 48 રૂપિયા છે, 7 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડ પર વાર્ષીક બોનસ થયું 33600 રૂપિયા. સંપૂર્ણ પોલિસીની ટર્મ એટલે 20 વર્ષમાં 6.72 લાખ બોનસ થયું. 20 વર્ષમાં કુલ 13.72 લાખ રૂપિયાનો ફાયદો થશે. આમાં મનીબેંક 4.2 લાખ રૂપિયા પહેલા જ મળી જશે અને મેચ્યોરિટી એક સાથે 9.52 લાખ રૂપિયા આપવામાં આવશે.