Post Office Saving Schemes: જો તમે પણ ટેક્સ સેવિંગ માટે પોસ્ટ ઓફિસ અથવા કોઇ બીજી સેવિંગ સ્કીમમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. એવામાં તમને એ ખબર હોવી જોઇએ કે પોસ્ટ ઓફિસમાં કરવામાં આવેલા રોકાણ પર તમને ટેક્સ બેનિફિટ નહી મળે. જોકે સરકાર તરફથી એવી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેના પર તમને રિટર્ન તો સારું મળે છે પરંતુ તેમાં રોકાણ પર તમને ઇનકમ ટેક્સ અધિનિયમ 1961 ના સેક્શન 80 સી (80 C) અંતગર્ત ટેક્સ બેનિફિટ નહી મળે. આવો વાત કરીએ એવી જ યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક- 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવોના દેવ મહાદેવને પસંદ નથી આ ફળ, અર્પણ કરશો તો આખા પરિવારે ભોગવવું પડશે ખરાબ ફળ


1. મહિલા સન્માન બચત યોજના
ભારત સરકારની મહિલા સન્માન બચત યોજના 2023 (Mahila Samman Savings Certificate) એ ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવેલ નાની બચત યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ ભારતીય મહિલાઓમાં બચતની આદત વિકસાવવાનો છે. યોજનાનો લાભ મેળવવા માટે કોઈ વય મર્યાદા નથી પરંતુ તમારા માટે ભારતમાં રહેવું જરૂરી છે. આ સ્કીમમાં મળતા વ્યાજ પર ટેક્સ લાગે છે. તેનો સીધો અર્થ એ છે કે તમને આના પર ટેક્સ સેવિંગ એફડી જેવી કોઈ છૂટ નહીં મળે. દરેક વ્યક્તિના ટેક્સ સ્લેબ (ટેક્સ કેટેગરી) અને વ્યાજની આવકના આધારે મહિલા સન્માન બચત યોજનામાંથી મળેલા વ્યાજ પર TDS કાપવામાં આવશે.


તમાકુ વેપારીના ઘરે રેડમાં મળ્યું વર્ષો જૂનું પ્રિયા સ્કૂટર નંબર 4018, શું છે કહાની? 
Video: અંબાણીએ MS Dhoniને શિખવાડ્યા દાંડિયા, જુઓ બ્રાવો-સાક્ષી સાથે ડાંડિયા ડાન્સ


2. નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ
તમે પોસ્ટ ઓફિસમાં એક, બે, ત્રણ કે પાંચ વર્ષ માટે ટાઈમ ડિપોઝીટ ખાતું ખોલાવી શકો છો. જો તમે ઇચ્છો, તો તમે આ સમયગાળાને પછીથી વધારી શકો છો. આ માટે તમારે પોસ્ટ ઓફિસમાં એક ફોર્મ ભરવાનું રહેશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એકાઉન્ટ પર એક વર્ષ માટે 6.9%, બે વર્ષ માટે 7.0% અને ત્રણ વર્ષ માટે 7.1% વ્યાજ મળે છે. આ હેઠળ, તમે પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષની સમય જમા કરાવવા પર આવકવેરામાં છૂટ મેળવી શકો છો. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ, પાંચ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળી જાય છે. પરંતુ આનાથી ઓછા રોકાણ માટે તે ઉપલબ્ધ નથી.


AC રૂમમાં જતાં નાક બંધ થઇ જાય છીંકો આવે તો સાવધાન? તમને હોઇ શકે આ એલર્જી...!!!
ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લો આ પંખા, AC જેવી ઠંડી હવા આવશે પણ બિલ નહી આવે


3. નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ
પોસ્ટ ઓફિસની આ ગેરંટીવાળી સ્કીમમાં તમને 5 વર્ષ માટે વાર્ષિક ધોરણે 6.7% વ્યાજ મળે છે. આમાં તમને દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ પણ મળે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે આમાં તમે એકલા અથવા સાથે મળીને ખાતું ખોલાવી શકો છો. આની સારી વાત એ છે કે તમે દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયા અથવા તેના બહુવિધ જમા કરીને આ યોજનાનો લાભ લઈ શકો છો. આમાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી.


લવ મેરેજ કરવાનું વધુ પસંદ કરે છે આ અક્ષરવાળા લોકો, પાર્ટનર માટે જીવ કરી દે છે કુર્બાન
iPhone યૂઝર્સ માટે ખુશખબરી, iOS 17.4 અપડેટમાં યૂઝર્સને મળશે 5 ધમાકેદાર ફીચર્સ


4. કિસાન વિકાસ પત્ર
કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) પર પણ તમને આવકવેરામાં છૂટ નહીં મળે. ઘણા લોકોને આ મૂંઝવણ હોય છે કે તેમને આ હેઠળ કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ લાભ મળે છે. કિસાન વિકાસ પત્રમાં જમા રકમ પર વાર્ષિક વ્યાજ 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' ના રૂપમાં ટેક્સેબલ હોય છે. સારી વાત એ છે કે પાકતી મુદત પછી ઉપાડેલા પૈસા પર TDS કાપવામાં આવતો નથી. જો કે, કર મુક્તિ ન મળી હોવા છતાં કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) ચોક્કસપણે એક સુરક્ષિત રોકાણ વિકલ્પ છે.


AC શરૂ કરતાં પહેલાં આ 5 કામ જરૂર કરાવી લો, આખો ઉનાળો ઠંડો બરફ જેવો રહેશે રૂમ
TV થી માંડીને AC અને પંખાના રિમોટને પછાડવાનું બંધ કરો, આ 5 ટિપ્સથી ટકાટક કરશે વર્ક


5. પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ
રોકાણના વિકલ્પ માટે પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ સારો વિકલ્પ હોઇ શકે છે. તમે તેમાં 1,500 રૂપિયાથી શરૂ કરીને મેક્સિમમ 9 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. જોઇન્ટ એકાઉન્ટના તમે 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. તમને દર વર્ષે 7.4 નું વ્યાજ મળશે, પરંતુ તેના પર ટેક્સ લાગે છે. આ રોકાણ ઇનકમ ટેક્સ અધિનિયમ 1961 ની કલમ 80 સી ના અંતગર્ત આવતી નથી.  40,000થી વધુ વ્યાજ પર ટીડીએસ કપાય છે, સીનિયર સિટીઝન માટે લિમિટ 50,000 રૂપિયાથી વધુના વ્યાજ પર છે. 


Tax Saving Options: ટેક્સ બચાવો અને મેળવો હોમ લોન પર છૂટ, 31 તારીખ પહેલાં પતાવી દો 5 જરૂરી કામ
300 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર દુર્ભલ સંયોગ, આ 5 રાશિઓ પર શિવજી રહેશે મહેરબાન, થશે લાભ જ લાભ