ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના કાળમાં એ વસ્તુ તો હવે દરેક લોકો સમજી ગયા છેકે, મુસીબતના સમયે બચત કરેલાં પૈસા જ કામ લાગે છે. બાકી કોઈ સગા વ્હાલું પણ ઘણીવાર તમારી મદદે આવી નથી શકતું. દરેક લોકોની ઈચ્છા હોય છે કે, એવી જગ્યા પર રોકાણ કરું કે જ્યાં રોકાણનું સારું રિટર્ન મળે અને જોખમ ઓછું હોય.


મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછા જોખમ સાથે વધુ વળતર મેળવવા માગતા લોકો માટે પોસ્ટ ઓફિસની સ્કીમ એકદમ ફાયદાકારક છે. પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે Monthly Income Plan. આ પ્લાનમાં તમને એક નિશ્ચિત સમયમાં સારુ વળતર મળશે.


Monthly Income Plan
પોસ્ટ ઓફીસના Monthly Income Plan ની ખાસ વાત એ છે કે, તેનું Interest  દરેક વર્ષે જોડવામાં આવે છે. જો આ સ્કીમમાં કોઈએ Joint Account ખોલાવીને તેમાં 9 લાખ રૂપિયા જમા કરી દીધા તો તેમને દર મહિને 4950 રૂપિયાની કમાણી થઈ શકે છે. મૂળી ઉપર વાર્ષીક 6.6 ટકાના દરથી 59,400 રૂપિયા વ્યાજ મળે છે. આ પ્રમાણે તમારા વ્યાજની રકમ દર મહિને 4,950  થાય. ખાસ વાત એ છે કે તમને જે રકમ દર મહિને મળશે તે રકમ માત્ર મૂળીનું વ્યાજ હશે મૂળ રકમ તમારી એમની એમ જ રહેશે.


Photos: ભારતના તે 5 શહેર, જેમના નામ રાક્ષસોના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો રોચક ઈતિહાસ


4,950 રૂપિયાનું માસિક વ્યાજ તમને 5 વર્ષની મેચ્યોરિટીના હિસાબથી મળતું રહેશે. જો તમે ઈચ્છો તો તમારી Maturity ને આગળ પણ વધારી શકો છો. જો તમે સિંગલ ખાતું ખોલાવો છો તો વધારેમાં વધારે 4.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો તો તમે આ ખાતામાં 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube