હવે પોસ્ટ ઓફિસની આ યોજનામાં લોકોને નહીં મળે વ્યાજ, આ નિયમમાં ફેરફાર, જાણી લેજો
Post Office Scheme: સરકાર તરફથ નાની બચત યોજના નેશનલ સેવિંગ સ્કીમ પર વ્યાજ આપવાનું બંધ કર દીધું છે. આવો જાણીએ કે ક્યારથી વ્યાજ નહીં મળે?
Post Office Scheme: મોંઘવારીના સમયમાં તમામ વર્ગની કમર તોડી નાંખી છે. એવામાં આપણે આવતીકાલને સુરક્ષિત રાખવા માટે આજથી તૈયારી કરતા હોય છે. ઠીક એવી જ રીતે પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાને અપનાવીને રોકાણકાર પોતાનું ભવિષ્ય આર્થિક રૂપથી સુરક્ષિત રાખી રહ્યા છે જે રાષ્ટ્રીય બચત યોજનામાં રોકાણ કરે છે, જેના પર મળનાર વ્યાજની સુવિધાનો ફાયદો પણ ઉઠાવે છે.
જોકે, કેન્દ્ર સરકારના નવા નિયમ અનુસાર રાષ્ટ્રીય બચત યોજના હેઠળ હવે વ્યાજ મળવાનું બંધ થઈ ગયું છે. તેના વિશે પહેલા જ સરકાર તરફથી જાણકારી આપી દેવામાં આવી હતી. જ્યારે NSS યોજનામાં રોકાણકારોને જમા રૂપિયા ઉપાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આવો જાણીએ કે કઈ તારીખ સુધી જમા રૂપિયાને ઉપાડી લેવા યોગ્ય છે.
સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
સરકારના નવા નિયમ હેઠળ રાષ્ટ્રીય બચત યોજનામાં રોકાણ કરેલા રૂપિયા પર હવે વ્યાજ આપવાનું બંધ કરી દીધું છે. સરકારની તરફથી રોકાણકારોને આદેશ આપવામાં આવ્યો છે કે 30 સપ્ટેમ્બર 2024 સુધી જમા રૂપિયાને ઉપાડી લો. ત્યારબાદ જમા રાશિ પર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવામાં આવશે નહીં.
કેવાઈસી અપડેટ જરૂરી
સરકાર તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન પ્રમાણે રાષ્ટ્રીય બચત યોજનામાં રોકાણ કરનાર લોકો માટે કેવાઈસી અપડેટ કરવું પણ જરૂરી છે. જો એવું નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે અને તમારા માટે જમા પડેલી રકમને ઉપાડવી મુશ્કેલ પણ બની શકે છે.
1 ઓક્ટોબર પછી વ્યાજ બંધ
સરકારનું કહેવું છે કે નાની બચત યોજના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હેઠળ હવે રોકાણકારો વ્યાજનો ફાયદો ઉઠાવી શકશે નહીં. એવામાં 1 ઓક્ટોબર 2024 બાદ નવા ખૂલેલા એકાઉન્ટમાં જમા રાશિ પર વ્યાજ મળશે નહીં. તમને જણાવી દઈએ કે 2003થી 30 સપ્ટેમ્બર 2024 સુધીની અવધિમાં જમા રાશિ પર 7.5 ટકા પ્રતિ વર્ષ વ્યાજ આપવામાં આવતું હતું, જેણે હવે બંધ કરી દેવામાં આવ્યું છે. એવામાં હવે તમે આ યોજનાને અપનાવી શકો છો અથવા તો ઈચ્છો તો કોઈ બીજો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન જોઈ શકો છો.